કેટલાક નગરો-મહાનગરોમાં ૧૮ કી.મી.ની ઝડપે ફુંકાતી આગઝરતી લુંથી નગરજનો અકળાયા…
ગાંધીનગર : રાજ્યમાં કોરોના સંક્રમણ વચ્ચે હવે હીટવેવની સમસ્યા શરૂ થઈ ગઈ છે, હજું આગામી ત્રણ દિવસ માટે સૌરાષ્ટ્ર-કચ્છમાં હિટવેવ ચાલુ રહેવાની હવામાન કચેરીની આગાહી વચ્ચે રાજ્યમાં કેટલાક ભાગોમાં આજે પણ બપોરે આકાશમાંથી સૂર્યદેવતાએ અગન ઓકવાનું ચાલુ રાખ્યુ હતું અને આજે બપોરે ૨.૩૦ કલાકે અંગ દઝાડતા તાપ સાથે આગઝરતી લુનો અનુભવ યથાવત રહેતા નગરજનો અકળાયા હતા.
ખાસ કરીને આજે બપોરે ૨.૩૦ કલાકે ફરી એકવાર તાપમાન ૪૧ ડીગ્રી નોંધાયું હતું. આથી આજે મહતમ તાપમાન ૪૨ડીગ્રી ને પાર થઈ જવાની પુરી શકયતા છે. દરમ્યાન આજે બપોરે ૨.૩૦ કલાકે આગઝરતી લુંનો પ્રકોપ પણ યથાવત રહેવા પામ્યો હતો અને પવનની ઝડપ ૧૮ કી.મી. પ્રતિ કલાક રહેતા નગરજનો આકરા તાપ અને ગરમાગરમ લુંટથી દાઝ્યા હતા જયારે આજે બપારે હવામાં ભેજ ૧૪ ટકા રહ્યો હતો. અંતે આજે સવારે ૮.૩૦ કલાકે તાપમાન ૨૫.૪ ડીગ્રી નોંધાયુ હતું અને લઘુતમ તાપમાન ૨૨.૮ ડીગ્રી નોંધાયુ હતું. જયારે, સવારે હવામાં ભેજ ૭૧ ટકા રહ્યો હતો, અને પવનની સરેરાશ ઝડપ ૧૧ કી.મી. રહેવા પામી હતી.