અત્યાર સુધી જિલ્લામાં કોરોના (C O V ID-19) સંક્રમિત કુલ ૭૯ પોઝીટીવ કેસ…
આ પૈકી ૩૪ દર્દીઓ સાજા થતા હાલ ૩૯ દર્દીઓ સારવાર હેઠળ જિલ્લામાં અત્યારસુધીમાં ૫૬૭ વ્યક્તિઓના કોરોના (C O V ID-19)ના રીપોર્ટ નેગેટીવ આવ્યા…
આણંદ : આજે જિલ્લાના ખંભાત તાલુકાના દંતારવાડામાં આવેલ ચીતરી બજાર માંથી ૬૦ વર્ષીય સ્ત્રી દર્દી તેમજ પીપળા શેરીના ૨૦ વર્ષના પુરુષ દર્દી કે જેઓ બંને દર્દીઓ કોરોના સંક્રમિત હોવાના કારણે આણંદ જનરલ હોસ્પિટલ અને કરમસદ ખાતેની ક્રિષ્ના હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા હતા તેઓ આજે સાજા થતા સ્વસ્થ થઇ પોતાના ઘરે પરત ફર્યા હતા.
જિલ્લામાં તા ૦૧/૫/૨૦૨૦ના બપોરના ૪-૦૦ વાગ્યા સુધીમાં ૫૫૩ દર્દીઓના સીઝનલફલુ/કોરોનાના નેગેટીવ રીપોર્ટ આવ્યા હતા તેમાં તા. ૦૧/૫/૨૦૨૦ના બપોરના ૪-૦૦ થી તા. ૦૨/૦૫/૨૦૨૦ના ચાર વાગ્યા સુધીમાં વધુ ૧૪ દર્દીઓના સીઝનફલુ/કોરોનાના રીપોર્ટ નેગેટીવ આવતાં જિલ્લામાં અત્યારસુધીમાં સીઝનલફલુ / કોરોનાના ૫૬૭ દર્દીઓના રીપોર્ટ નેગેટીવ આવ્યા હોવાનું અને કુલ કોવીડ-૧૯ના ૬૪૬ સેમ્પલ તપાસ્યા હોવાનું જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારી ડૉ. એમ.ટી. છારીએ જણાવ્યું છે.
આજે જિલ્લામાં કોવીડ-૧૯ અંતર્ગત કુલ ૩૯ દર્દીઓ સારવાર લઇ રહ્યા છે તે પૈકી ૧૬ દર્દીઓને સીવીલ હોસ્પિટલ આણંદ ખાતે તેમજ ૨૨ દર્દીઓને કરમસદ ખાતે આવેલ શ્રી ક્રિશ્ના હોસ્પિટલના આયસોલેશન વોર્ડમાં તેમજ ૧ દર્દીને અમદાવાદ ખાતેની એસ.વી.પી. હોસ્પિટલમાં સારવાર હેઠળ રાખવામાં આવ્યા છે. અત્યારસુધીમાં જિલ્લામાં કોરોના સંક્રમણને કારણે ૫ દર્દીઓ તેમજ એક નોન કોવીડ દર્દી મળીને કુલ ૬ મૃત્યુ નોંધાયા છે.
કોરોના પોઝીટીવ દર્દીઓ પૈકી કુલ ૧ દર્દી શ્રી ક્રિશ્ના હોસ્પિટલ વેન્ટીલેટર ઉપર તેમજ પાંચ દર્દીઓ O2 ઉપર અને ૩૩ દર્દીઓ હાલ સામાન્ય હાલતમાં છે.