Charotar Sandesh
ગુજરાત ચરોતર સ્થાનિક સમાચાર

આગામી બે દિવસ કમોસમી વરસાદની સંભાવનાને ધ્‍યાને લઇ ડીઝાસ્‍ટર મેનેજમેન્‍ટ સેલ દ્વારા જોગ સંદેશ

આણંદ : ભારત સરકારના પૃથ્‍વી વિજ્ઞાન મંત્રાલય અને મોસમ વિભાગના જણાવ્‍યા અનુસાર આજે તા. ૦૧/૧૨/૨૦૨૧ અને તા. ૦૨/૧૨/૨૦૨૧ દરમિયાન છૂટોછવાયો વરસાદ થવાની સંભાવના દર્શાવી છે.

પવન ફૂંકાવાની તેમજ વરસાદ થવાથી ખેતી પાકોને પણ નુકશાન થવાની સંભાવના રહેલી છે

આથી ખેડૂતોને તેમના ખેતરમાં કાપણી કરેલ જણસી અથવા ઘાસચારો ખુલ્‍લો હોય તો તેને તાત્‍કાલિક સલામત સ્‍થળે ખસેડી લેવો અથવા તો પ્‍લાસ્‍ટિક/તાડપત્રીથી યોગ્‍ય રીતે ઢાંકી દેવો અને ઢગલાની ફરતે માટીનો પાળો બનાવી વરસાદનું પાણી ઢગલાની નીચે ન જાય તેવું કરવા તથા પશુઓને પણ સલામત સ્‍થળે લઇ જવા આણંદના ડીઝાસ્‍ટર મેનેજમેન્‍ટ સેલના મામલતદારએ એક યાદી દ્વારા જણાવ્‍યું છે.

Other News : વિદેશમાં ફેલાયેલ નવા વેરિયન્ટ ઓમિક્રોનને પગલે ઇન્ટરનેશનલ ફ્લાઇટ્‌સનાં ભાડાં ત્રણ ગણા વધ્યાં

Related posts

૬ મનપા, ૫૫ ન.પા. અને ૩૧ જિ.પં.ની ચૂંટણી ૨૨થી ૩૦ નવેમ્બર વચ્ચે યોજાઈ શકે…

Charotar Sandesh

આણંદ જિલ્લામાં વધતો જતો કોરોના : આજે વધુ ૧૬ કેસો નોંધાતા તંત્ર એલર્ટ થયું…

Charotar Sandesh

૨૪ કલાકમાં ૮૧ તાલુકામાં વરસાદ વરસ્યોઃ સૌથી વધુ ખેરાલુમાં ૩ ઇંચ…

Charotar Sandesh