મુંબઈ : કોરોના વાયરસના કારણે હાલ દુનિયાભરના લોકો ઘરમાં પુરાઇને બેઠા છે. બૉલીવુડ એક્ટર અને એક્ટ્રેસ પણ ઘરમાં રહીને કંઇક નવુ કરી રહ્યાં છે. કેટલાક ઘરમાં ખાવાનુ બનાવતા શીખી રહ્યા છે, તો વળી કેટલાક કંઇક નવુ ટ્રાય કરી રહ્યાં છે હવે આ બધાની વચ્ચે એક્ટ્રેસ શ્રધ્ધા કપૂરે એક વીડિયો શેર કર્યો છે.
શ્રધ્ધા કપૂરે લૉકડાઉન દરમિયાન ઘરમાં રહીને શું કરશે તેનો એક વીડિયો શેર કર્યો છે, આ વીડિયો ઇસ્ટર સન્ડે સેલિબ્રેટ કરવાને લઇને છે. શ્રધ્ધા કપૂરે પોતાના ઇન્સ્ટાગ્રામ પર વીડિયો શેર કર્યો છે, જેમાં તે ફની અને તોફાની હરકતો કરતી દેખાઇ રહી છે. આ વીડિયો આમ તો જુનો છે, અને ફિલ્મ સ્ટ્રીટ ડાન્સર ૩ડી દરમિયાનનો છે.
વીડિયોના એક્સપ્રેશન્સમાં સ્પષ્ટ દેખાઇ રહ્યું છે કે, તે સન્ડેએ ચીટ મીલ કરવા જઇ રહી છે, તેને કેપ્શનમાં લખ્યું- ઇસ્ટર સન્ડે, ચીટ ડે, હેપી ઇસ્ટર. ઉલ્લેખનીય છે કે, શ્રધ્ધા કપૂર પહેલા કેટલાય સ્ટાર્સે પોતાના વીડિયો શેર કરીને ઇસ્ટરના અભિનંદન આપ્યા્ છે.