આણંદ : કલા મહાકુંભ 2019-20 માં આણંદ આર્ટસ કોલેજમાં યોજાયેલ જિલ્લા કક્ષાની લોકગીત સ્પર્ધામાં સમગ્ર આણંદ જિલ્લામાં ભાવનાબેન સુરેશભાઈ પઢિયાર ધોરણ 8ની દિકરીએ દ્વિતિય સ્થાન મેળવી ને શાળા યશકલગીમાં એક પીંછુ ઉમેરીને બામણગામ પ્રાથમિક કન્યા શાળા નું નામ રોશન કર્યું છે… ધન્ય છે દિકરી ની મહેનત ને.. માર્ગદર્શક શિક્ષક ઘનશ્યામ ભાઈને તથા અશોકભાઈ વાઘેલાને… (શાળા માં ભણતી દીકરી ના પિતાને ) જેઓ એ આ સ્પર્ધામાં લોકગીત માં હાર્મોનિયમ નો સુંદર તાલ સાથે સાથ આપ્યો હતો.
- Jignesh Patel, Anand