Charotar Sandesh
ગુજરાત

વડોદરામાં ધનવન્તરી રથમાં ભાજપ નેતાઓના ફોટા, કોંગ્રેસની ચૂંટણી પંચમાં ફરિયાદ…

વડોદરા : ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને પગલે આદર્શ આચારસંહિતા લાગૂ થઈ ગઈ છે, ત્યારે ભાજપ દ્વારા આચારસંહિતાનું પાલન નથી કરવામાં આવી રહ્યું. વડોદરા કોંગ્રેસ દ્વારા રાજ્યના ચૂંટણી પંચમાં ભાજપ વિરુદ્ધ આચારસંહિતાના ભંગની ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, વડોદરા શહેરમાં ફરી રહેલા ધનવંતરી રથમાં ભાજપના નેતાઓ સામે કોંગ્રેસે વાંધો ઉઠાવ્યો છે.
આ મામલે વડોદરા શહેર કોંગ્રેસ મહામંત્રી કલ્પેશ પટેલે ચૂંટણી પંચમાં આચારસંહિતા ભંગની ફરિયાદ દાખલ કરાવી છે. આટલું જ નહીં, વડોદરા કોંગ્રેસ દ્વારા મતદાન મથકોની ૨૦૦ મીટરની ત્રિજ્યામાંથી પાર્ટીના હોર્ડિંગ્સ હટાવવાની માંગ કરવામાં આવી છે. આ મામલે કોંગ્રેસ દ્વારા કરવામાં આવેલ ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે, ૨૧મી ફ્રેબુઆરીએ યોજાનારી વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણી માટે આચારસંહિતા અમલમાં મૂકાયેી છે.
જ્યારો કોર્પોરેશનની ધન્વંતરી આરોગ્ય રથની સેવાઓ ચાલુ છે. આ સેવા ચાલુ રાખવી જ જોઈએ, પરંતુ આરોગ્ય રથના વાહનો પર રાજકીય પક્ષોના નેતાઓની તસ્વીરો લગાવવામાં આવી છે. જે ચૂંટણીપંચ નિયમ મુજબ આચારસંહિતાનો ભંગ છે. આથી તેમને હટાવવામાં આવે.

Related posts

લોકડાઉનમાં અખાત્રીજે અંબાજી મંદિરના દર્શનના સમયમાં કરવામાં આવ્યો ફેરફાર…

Charotar Sandesh

ગુજરાતના આકાશમાં મોડી સાંજે પૃથ્વી તરફ પડતો જોરદાર અગન ગોળો જોવા મળ્યો : લોકોએ કેમેરામાં કેદ કર્યો, જુઓ

Charotar Sandesh

સ્ટેજ પર હાર્દિક પટેલને થપ્પડ મારનાર યુવક કોણ છે? જાણો તેની વિગત

Charotar Sandesh