વડોદરા : પાદરા તાલુકાના કરખડી અને દૂધવાડા ગામને જોડતા રસ્તા ઉપર ખાડા પડતાં રસ્તો બિસ્માર થતાં તેનું સમારકામ કરવામાં આવેલ છે.
કરખડી અને દૂધવાડા ગામને જોડતા રોડ ઉપર ખાડા પડી જતાં ત્યાં વારંવાર અકસ્માતો સર્જાતા હતા. ત્યારે કરખડી ગામના જાગૃત યુવાન દર્શન પટેલ દ્વારા ખાડા પુરવાની રજૂઆત કરખડી ગામના લોકસેવક હાર્દિક પટેલ (ભલાભાઈ) ને કરવામાં આવી હતી. જે બાદ તેમણે રજૂઆતને ધ્યાનમાં લઈ તાત્કાલિક ધોરણે રોડના ખાડાનું સમારકામ તેઓની યુવા ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું જે નોંધનીય છે.
- Ravi Patel, Vadodara