આ એમ્બ્યુલન્સ કોરોનાના દર્દીઓ માટે સહાયરૂપ બની રહેશે…
આણંદ : આણંદ જિલ્લા માટે વિઠ્ઠલ ઉદ્યોગ નગર જી.આઈ.ડી.સી દ્વારા વર્તમાન કોરોના સંક્રમણ સામે ઉપયોગમાં લઈ શકાય તેવી અદ્યતન ૨(બે) એમ્બ્યુલન્સની ભેટ જિલ્લા આરોગ્ય તંત્રને આપવામાં આવી છે. જે સાંસદ શ્રી મિતેશભાઈ પટેલ, કલેકટર શ્રી આર.જી. ગોહિલને વિઠ્ઠલ ઉદ્યોગ નગર જી.આઈ.ડી.સીના જનરલ સેક્રેટરી
શ્રી પરેશભાઈ શાહ, સિનિયર વાઈરસ પ્રેસિડન્ડ શ્રી કાંતિભાઈ ભુવા અને ચિફ ઓફિસર ડિમ્પીબેન પટેલ દ્વારા અર્પણ કરવામાં આવી છે.
આણંદ જિલ્લાની જનતા માટે આજ રોજ વિઠ્ઠલ ઉદ્યોગ નગર જી.આઈ.ડી.સીએ આ એમ્બ્યુલન્સને દાન કરી છે. જેને કલેકટર શ્રી આર.જી. ગોહિલે જિલ્લા આરોગ્ય વિભાગને હવાલે સુપરત કરી હતી.
સાંસદ શ્રી મિતેશભાઈ પટેલે વિઠ્ઠલ ઉદ્યોગ નગર જી.આઈ.ડી.સી દ્વારા અપાયેલ એમ્બ્યુલન્સનો આભાર વ્યક્ત કરી કોરોના સંક્રમણ સમયે અદ્યતન સુવિધા યુક્ત એમ્બ્યુલન્સ ઉપયોગી સાબીત થશે તેમ જણાવ્યું હતું.
જિલ્લા કલેકટર શ્રી આર.જી. ગોહિલે વિઠ્ઠલ ઉદ્યોગ નગર જી.આઈ.ડી.સીના સભ્યો સાથેની બેઠકમાં જી.આઈ.ડી.માં આવતા કામ કરતા કર્મચારી અને મજૂરીયાત તમામ લોકોનું રોજે રોજ આરોગ્યની ચકાસણી થાય અને તેમનું આરોગ્ય જળવાઈ રહે તે માટે માસ્ક, સેનેટાઈઝર જેવી જરૂરી સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવે
તેમ જણાવ્યું હતું.
આ પ્રસંગે અગ્રણી મહેશભાઈ પટેલ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી આશિષકુમાર, ખંભાતના પ્રાંત
(આસી. કલેકટર) શ્રી સ્નેહલ ભાપકર જિલ્લાના આરોગ્ય અધિકારી શ્રી એમ.ટી છારી, આર.સી.એચ
શ્રી એન.જી. પરમાર આણંદના મેડિકલ ઓફિસર ડૉ. અમર પંડ્યા અને પેટલાદનાં મેડિકલ ઓફિસર ડૉ. ગોવિંદ પટેલ, જી.આઈ.ડી.સી એસોસિયેશનના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.