ન્યુ દિલ્હી : ભારતીય કેપ્ટન વિરાટ કોહલી હાલ ઇંગ્લેન્ડ પ્રવાસ પર છે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઈનલમાં કોહલીની ટીમ પ્રથમ ન્યુઝીલેન્ડ સામે રમશે. આ પછી ટીમ ઈન્ડિયાએ ૪ ઓગસ્ટથી ઇંગ્લેન્ડ સામે પાંચ ટેસ્ટ મેચની શ્રેણી રમવાની છે. આ પ્રવાસ પર કોહલીની પત્ની અનુષ્કા શર્મા અને પુત્રી વામિકા પણ સાથે ગઈ છે. પરિવાર સાથે હોવા છતાં, કોહલીનિં દર્દ સો.મીડિયા પર છલકાયુ છે. કોહલીએ તેનો પહેલો પ્રેમ અને સાચો પ્રેમ યાદ કરીને એક લવ લેટર પણ લખ્યો છે જે સો.મીડિયા પર ચર્ચામા આવ્યો છે.
પ્રશંસકો જાણે છે કે વિરાટ કોહલી તેની ફિટનેસ પ્રત્યે કેટલો સભાન છે. કોહલી હાલમાં વિશ્વનો સૌથી ફિટ ક્રિકેટર માનવામાં આવે છે. તેના માટે ભારતીય કેપ્ટન કેટલીક વસ્તુઓ ખુબજ પ્રિય હોવા છતા ખાઇ શકતો નથી. કોહલી સુપર સક્રિય રહેવા માટે ગ્રીન્સ-શાકભાજી અને પ્રોટીન આહાર લે છે. કોહલી ત્રણ વર્ષ પહેલા નોન-વેજ ફૂડ છોડી દીધું હતું. પોતાની જાતને વધુ ફીટ રાખવા માટે, તેના આહારમાંથી બટેટા પણ દૂર કરવામાં આવ્યા છે. હવે કોહલી બટેટાને ખુબ યાદ કરે છે. આલુ પ્રત્યેનો પોતાનો પ્રેમ બતાવવા માટે, ચીકુએ સો.મીડિયા પર એક ખુલ્લો પ્રેમ પત્ર લખ્યો છે.
કોહલીએ તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર એક પત્ર શેર કર્યો છે. આ પત્રમાં તેમણે લખ્યું, “મારા પ્રિય બટેટા, હું તને આ પત્ર એટલા માટે લખી રહ્યો છું કારણ કે મને સમજાયું છે કે મારો પ્રેમ તારા માટે કેટલો સાચો છે. મને આપણી પહેલી મીટિંગ હજી યાદ છે. જે દિવસે મેં તારા આલુ પરાઠા બનાવ્યા હતા. મને યાદ છે કે હું તને કરિયાણાની દુકાનમાંથી લાવ્યો હતો હું આજે પણ તે દિવસને યાદ કરું છું જ્યારે હું તને થિયેટરમાં મળ્યો હતો અને તને હાથમાં પકડીને સુંદર લાલ કેચઅપ સાથે ખાતો હતો “
ભારતીય કેપ્ટને લખ્યું, ‘હવે, મને સમજાયું છે કે બટેટા વીના આલુ ગોબીની જેમ જીવન અધૂરું છે. આલુ ના ગયા પછી જીરું પણ અધૂરું છે અને જિંદગી ઝાંખી પડી છે. મને આપણો એ મસાલેદાર સમય યાદ આવી રહ્યો છે ” આ પત્રના અંતે વિરાટે લખ્યું છેપ “હજુ કહાની બાકી છેપ કારણ કે પ્રેમનો કોઈ અંત નથી.”