Charotar Sandesh
વર્લ્ડ

વિશ્વના ૧૯૫ દેશો કોરોનાની ચપેટમાં : ૧૬થી વધુના મોત, સૌથી વધુ ઇટાલીમાં…

અમેરિકામાં એક જ દિવસમાં ૧૩૯ના મોત સાથે આંકડો ૫૦૦ને પાર…

ચીનમાં છેલ્લા ૨૪ કલાકમાં ૭૮ નવા કેસ નોંધાયા, મેલાનિયા ટ્રમ્પની કોરોના વાયરસની તપાસ કરવામાં આવી, ૩.૭૮ લાખને ઇન્ફેક્શન…

વોશિંગ્ટન/રોમ : દુનિયાના દરેક ૧૯૫ દેશોમાં ઈન્ફેક્શન ફેલાઈ ગયું છે. તેના કારણે ૧૬,૫૧૦ લોકોના મોત થયા છે. ૩,૭,૮૪૨ લોકોને ઈન્ફેક્શન થયું છે.જ્યારે ૧ લાખ ૨ હજાર દર્દીઓ સાજા પણ થયા છે.ચીનના સૌથી વધુ પ્રભાવિત શહેર વુહાનમાં છ દિવસમાં એક નવો કેસ સામે આવ્યો છે. પાંચ દિવસ સુધી અહી નવો કોઈ કેસ સામે આવ્યો નથી. જોકે સોમવારે અહીં સાત લોકોના મોત થયા છે. જ્યારે ઈટાલીમાં સોમવારે ૬૦૧ લોકોના મોત થયા છે. ઈટાલી યુરોપનું સૌથી પ્રભાવિત દેશ છે.

વિશ્વ સ્વાસ્થય સંગઠનના પ્રમુખ ટેડ્રોસ ગેબ્રિયિસોસે કહ્યું છે કે, કોરોના વાઈરસની મહામારી ઝડપથી વધી રહી છે. તે ઝડપથી ફેલાઈ રહ્યો છે. એક લાખ સુધી કેસ પહોંચવામાં પહેલાં ૬૭ દિવસનો સમય લાગ્યો હતો પરતું બે લાખ નવા કેસ થવામાં ૧૧ દિવસ અને ૨થી ૩ લાખ થવામાં માત્ર ૪ દિવસનો સમય લાગ્યો છે.

ઈટાલીના નાગરિક સુરક્ષા વિભાગના પ્રમુખ એંજેલો બોરેલીએ જણાવ્યું છે કે, એક દિવસમાં ઈન્ફેક્શનના ૩૭૮૦ નવા કેસ નોંધાયા છે. ઈટાલીના લોંબાર્ડીમાં કોરોનાનો સૌથી વધારે પ્રભાવ જોવા મળ્યો છે.ઈટાલી સંપૂર્ણ રીતે લોકડાઉન છે. દેશના અંદાજે ૬ કરો લોકો તેમના ઘરમાં કેદ છે.

અમેરિકામાં કોરોના વાયરસના કારણે એક જ દિવસમાં ૧૩૯ લોકોના મોત બાદ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જરૂરી તબીબી પુરવઠો અને વ્યક્તિગત રક્ષણાત્મક ઉપકરણો સંગ્રહિત કરવાનો આદેશ આપ્યો છે. દેશમાં આ પહેલીવાર છે જ્યારે એક દિવસમાં આટલી મોટી સંખ્યામાં લોકોના મોત થયા છે. જ્યારે અત્યાર સુધીમાં ૫૫૭ લોકોના મોત થયા છે અને ૪૩૮૪૭ કેસ પોઝિટિવ છે. ન્યૂયોર્ક શહેરમાં સૌથી વધારે ૯૯ લોકોના મોત થયા છે. ત્યાર પછી કિંગ્સ કાઉંટીમાં ૭૫ લોકોએ જીવ ગુમાવ્યો છે.

બ્રિટનમાં કોરોના વાઈરસથી મરનાર લોકોની સંખ્યા ૩૩૫ થઈ ગઈ છે. બ્રિટનના સ્વાસ્થ્ય વિભાગે જણાવ્યું હતું કે છેલ્લા ૨૪ કલાકમાં ૯૬૭ નવા કેસ નોંધાયા છે. અહીં કુલ પોઝિટિવ કેસની સંખ્યા ૬૬૫૦ થઈ ગઈ છે. બ્રિટનમાં અત્યાર સુધીમાં ૮૩૯૪૫ લોકોનો ટેસ્ટ કરાવવામાં આવ્યો છે. જેમાં ૭૭૨૯૫ લોકોનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે.
ચીનમાં છેલ્લા ૨૪ કલાકમાં ૭૮ નવા કેસ સામે આવ્યા છે. જેમાંથી ૭૪ લોકો વિદેશથી આવેલા છે. દેશમાં ચાર કેસ જ નોંધાયા છે. ડિસેમ્બરના અંતમાં ચીનના હુબેઈની રાજધાની વુહાનથી કોરોના વાઈરસની શરૂઆત થઈ હતી અને હાલ તેણે આખા વિશ્વને પોતાના ભરડામાં લઈ લીધું છે. ચીનમાં કોરોનાથી ૩૨૭૦ લોકોના મોત થયા છે અને ૮૧૦૯૩ કેસ નોંધાયા હતા.

અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સોમવારે કહ્યું છે કે, ફર્સ્ટ લેડી મેલાનિયા ટ્રમ્પની પણ કોરોના વાઈરસની તપાસ કરાવવામાં આવી છે. તેમનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. ઉપરાષ્ટ્રપતિ માઈક પેંસ અને સેકન્ડ લેડી કેરેન પેંસની પણ તપાસ કરવામાં આવી છે. તે દરેકના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. અમેરિકામાં ઈન્ફેક્શનના અત્યાર સુધી ૪૩,૭૩૪ કેસ નોંધાયા છે. ૫૫૩ લોકોના મોત થયા છે. એક દિવસમાં ૧૪૦ લોકોના મોત થયા છે.

Related posts

બુશ, ક્લિન્ટ અને ઓબામા ટીવી પર લાઇવ ઇવેન્ટમાં વેક્સિન લગાવે તેવી શક્યતા…

Charotar Sandesh

ભારત સહિત વિશ્વમાં દારૂ પીવામાં ધરખમ વધારોઃ ડબલ્યુએચઓ

Charotar Sandesh

ફૂટબોલ મેચ દરમ્યાન પોલીસે લાઠીચાર્જ અને ટીયર ગેસ છોડતાં નાસભાગમાં ૧૨૭ના મોત, જુઓ Video

Charotar Sandesh