મુંબઈ : બોલિવુડ ડીવા શિલ્પા શેટ્ટી આજે પોતાનો બર્થ ડે સેલિબ્રેટ કરી રહી છે. તેના બર્થ ડેને ખાસ બનાવતા રાજ કુંદ્રાએ ઈન્સ્ટાગ્રામ પર રોમેન્ટિક નોટ લખી છે. આ સાથે તેણે શિલ્પા શેટ્ટીનો એક ફની વીડિયો શેર કર્યો છે જેમાં તે ટેબલ પર ડાન્સ કરતી જોવા મળી રહી છે. આ સિવાય વીડિયોમાં કપલના વેકેશનની ગ્લેમરસ તસવીરો પણ જોવા મળી રહી છે. આ વીડિયોના પ્લે ગ્રાઉન્ડમાં અરિજીત સિંહનું ફિલ્મ ’આશિકી ૨’નું સોન્ગ ’તુમ હી હો’ વાગી રહ્યું છે.
શિલ્પા શેટ્ટી પ્રત્યનો પ્રેમ વ્યક્ત કરતાં રાજ કુંદ્રાએ લખ્યું, ’સોંગ, લિરિક્સ અને વીડિયો બધું કહે છે. તારા વગર હું કંઈ નથી. હું તને ખૂબ પ્રેમ કરું છું. હેપી બર્થ ડે માય ડ્રીમ કમ ટ્રૂ. પતિના આ વીડિયો પર કોમેન્ટ કરતાં શિલ્પા શેટ્ટીએ લખ્યું છે કે, ’અવવવવવવવવ મારા કૂકી rajkundra9 લવ યુ ટુ ધ મૂન એન્ડ બેક’.
શિલ્પા શેટ્ટીની બહેન શમિતા શેટ્ટીએ પણ ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર તેના માટે બર્થ ડે વિશ લખી છે. શમિતાએ એક વીડિયો શેર કર્યો છે, જેમાં બંને બહેનોની કેટલીક અનસીન તસવીરો જોવા મળી રહી છે. આ સાથે તેણે લખ્યું છે કે, ’ હેપી બર્થ ડે મારી મુનકી. લવ ઓફ માય લાઈફ. સારા વ્યક્તિ બનવા માટે આભાર. તે મારું જીવન ખૂબ જ પ્રેમ અને આનંદથી ભરી દીધું છે. તારા વગર તેની કલ્પના કરી શકતી નથી. તું હંમેશા લોકોથી ઘેરાયેલી રહે છે જે તને પ્રેમ કરે છે અને તારી સંભાળ રાખે છે. તારું જીવન હંમેશા ખુશીઓ અને શાંતિથી ભરાયેલું રહે’
બહેનનો આભાર માનતા શિલ્પા શેટ્ટીએ લખ્યું, ’અવવવવવવવવ મારી ટુનકી મારુ દિલ તારી પાસે છે અને તું જાણે છે. લવ યુ સો મચ’. આ સિવાય અન્ય કેટલાક સેલેબ્સે પણ એક્ટ્રેસને વિશ કર્યું છે. જેમાં સોફી ચૌધરી, નીલમ કોઠારી, આયેશા શ્રોફ, રિદ્ધિમા કપૂર, તાહિરા કશ્યપ, માધુરી દીક્ષિત સહિતના સેલેબ્સનો સમાવેશ થાય છે.
વર્ક ફ્રંટની વાત કરીએ તો, શિલ્પા શેટ્ટી આશરે એક દશકા બાદ કમબેક કરી રહી છે. તેણે ’નિકમ્મા’ ફિલ્મનું શૂટિંગ આટોપી લીધું છે.