Charotar Sandesh
ચરોતર શૈક્ષણિક સમાચાર

શુભમ પ્રાથમિક શાળા દ્વારા ઝુપડપટ્ટી વિસ્તારમાં સાતમા આંતર રાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરાઈ…

સી ડી એસ અને એમ કે જી સંસ્થા દ્વારા ઝુપડપટ્ટી વિસ્તારના બાળકો માટે શુભમ પ્રાથમિક શાળા કાર્યરત છે…

સમગ્ર વિશ્વમાં આજે કોરોનાનો પડકારરૂપ પ્રશ્ન વ્યાપેલ છે ત્યારે શરીર સૌષ્ઠવને જાળવવા યોગનું અમુલ્ય પ્રદાન છે તેમ આયુષ મંત્રાલય દ્વારા પણ સૂચિત છે. ભારતના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના અથાગ પ્રયત્નોથી ભારતીય યોગને આંતર રાષ્ટ્રીય સ્તરે યોગ દિન તરીકે સ્વીકૃતિ મળેલ છે ત્યારે આપણી આ અમુલ્ય ભારતીય ધરોહરને બાળકો સુધી પહોચાડવા ૨૧ મી જુનના દિવસે શુભમ પ્રાથમિક શાળા દ્વારા સાતમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી.

સી ડી એસ અને એમ કે જી સંસ્થા દ્વારા ઝુપડપટ્ટી વિસ્તારના બાળકો માટે શુભમ પ્રાથમિક શાળા કાર્યરત છે. હાલમાં કોરોનાની મહામારી વચ્ચે શુભમ પ્રાથમિક શાળાના બાળકોનું શિક્ષણ ટીવીના માધ્યમથી તેમના ઘરે થઇ રહ્યું છે ત્યારે શુભમ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓના સહયોગ અર્થે અને તેમના શિક્ષણને સમૃદ્ધ કરવા શિક્ષકો ઝુપડપટ્ટી વિસ્તારમાં પ્રત્યક્ષ હાજર રહી સમાજિક અંતર જાળવીને  શિક્ષણ કાર્ય કરી રહ્યા છે. આવા સમયે યોગનું મહત્વ બાળકો પણ સમજે અને તેનો લાભ તેમને મળે તે હેતુ સર આણંદ અને આણંદની આસપાસ આવેલ ઝુપડપટ્ટી વિસ્તારમાં કે જ્યાંથી શુભમ પ્રાથમિક શાળાના બાળકો શાળાએ આવે છે તે વિસ્તારોમાં પ્રત્યક્ષ હાજર રહી શિક્ષકો દ્વારા બાળકોને પ્રાણાયામ, અનુલોમ વિલોમ, મુદ્રાઓ અને  યોગઆસનોનો  મહાવરો પુરો પાડવામાં આવ્યો. બાળકો કોરોના મહામારી દરમિયાન પોતાને સલામત રાખી શકે તે માટે સામાજિક અંતરનું પણ ધ્યાન રાખવામાં આવેલ. શિક્ષકોના જૂથ દ્વારા ઝુપડપટ્ટી વિસ્તારમાં જ યોગ કરવા યોગ્ય જગ્યા શોધી બાળકોના નાના જૂથ પડી યોગાસનો કરાવ્યા હતાં તથા બાળકોને ૨૧મી જુને આંતર રાષ્ટ્રીય  યોગ દિન તરીકે ઓળખાતા પર્વનું મહત્વ પણ સમજાવ્યું હતું. આ સમયે કોરોના સામે લડવા સૌ બાળકો અને તેમના વાલીઓને  હોમિયોપેથીની દવાનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું.

ભારતીયતાની અભિન્ન ધરોહર અને ઓળખ એવાં યોગાસનો બાળકોમાં શરૂઆતથીજ હસ્તાંતરિત થાય તે અર્થે શાળાના આચાર્યશ્રી પ્રીયંકાબેન પરમાર અને અન્ય શિક્ષકો દ્વારા કરેલા આ  આયોજનને સી ડી એસના પ્રમુખ શ્રી મનોજ મેકવાન અને ચેરમેન ડો અલકા મેકવાને વધાવ્યો હતો અને સૌ સ્ટાફ તથા બાળકોને આંતર રાષ્ટ્રીય યોગ દિવસની સૂચક ઉજવણી કરવા બદલ અભિનંદન પાઠવ્યા હતાં.

Related posts

ચાર્જ કરવા મૂકેલા મોબાઇલમાંથી કરંટ લાગતા યુવાનનું મોત નીપજ્યું..!!

Charotar Sandesh

ખંભાતમાં ઉશ્કેલી કરવા બદલ ૩ મૌલવી તેમજ ૮ જેટલા શખ્સોની અટકાયત કરાઈ, ૧ વ્યક્તિનું મોત

Charotar Sandesh

આણંદ : સફળતાપૂર્વક યોગ ટ્રેનિંગ પૂર્ણ કરનાર ૦૩ યોગ કોચ અને ૧૭ યોગ ટ્રેનરને પ્રમાણપત્રો એનાયત…

Charotar Sandesh