Charotar Sandesh
બિઝનેસ

શેરબજારમાં કડાકોઃ સેન્સેક્સ ૧૨૦૦ અંક તૂટી ૨૮૨૬૫ની સપાટીએ…

નિફ્ટી ૪ ટકા ગબડીને ૮૨૫૩ નજીક સેટલ…

મુંબઇ : મંગળવારે વેચવાલીને પગલે દિવસભરની વધઘટ બાદ અંતિમ સેશનમાં ભારતીય શેર માર્કેટ ગગડીને સેટલ થયા છે. બીએસઈ બેંચમાર્ક ઈન્ડેક્સ સેન્સેક્સ ૧,૨૦૩ પોઈન્ટ અથવા ૪.૦૮ ટકા પટકાઈને ૨૮,૨૬૫ નજીક સેટલ થયો છે. જ્યારે નિફ્ટી ૫૦ આંક પણ ૩૪૩ પોઈન્ટ અથવા ૪ ટકા ગગડીને ૮,૨૫૩ નજીક સેટલ થયો છે.
ઉપરાંત, બેંક નિફ્ટની વાત કરીએ તો ઈન્ડેક્સ અંતિમ સેશનમાં ૯૩૫ પોઈન્ટ પટકાઈને ૧૮,૨૦૮ નજીક બંધ આવ્યો છે. જ્યારે બીએસઈ પર મીડકેપ અને સ્મોલકેપ ઈન્ડેક્સ અનુક્રમે ૨.૧૮ ટકા અને ૧.૦૬ ટકા ઘટીને સેટલ થયા છે. બીએસઈ પર લગભગ તમામ સેક્ટર્સમાં આજે મંદ વલણ જોવા મળ્યું છે. આ સાથે નવા નાણાકીય વર્ષના પહેલા જ દિવસે માર્કેટ પર કોરોનાની કાળી છાયા દેખાઈ છે.
ગ્લોબલ માર્કેટની વાત કરીએ તો એશિયન માર્કેટમાં પણ અંતિમ સેશનમાં કડાકો જોવા મળ્યો. જાપાન નિક્કી ૪.૫ ટકા ગગડીને સેટલ થયો. જ્યારે સિંગાપોર શેર માર્કેટ અને હોંગકોંગનો હેંગસેંગ ૨-૨ ટકાથી વધુ જ્યારે દક્ષિણ કોરિયાનો કોસ્પી ૩ ટકાથી વધુના કડાકા સાથે સેટલ થયા. ચીનનો શંઘાઈ કંપોઝિટ અને ઇન્ડોનેશિયાના જકાર્તા શેર માર્કેટમાં મંદ વલણ જોવા મળ્યું.
મંગળવારે અમેરિકાના બજારોની સાથે વિશ્વભરના ઘણા બજારોમાં ઘટાડો જોવા મળ્યો. ડાઉ જોન્સ ૧.૮૪ ટકા ઘટાડાની સાથે ૪૧૦.૩૨ અંક ઘટીને ૨૧૯૧૭.૨૦ પર બંધ થયો હતો. જ્યારે અમેરિકાના બીજા બજાર નેસ્ડેક ૦.૯૫ ટકા ઘટાડાની સાથે ૭૪.૦૫ અંક નીચે ૭,૭૦૦.૧૦ પર બંધ થયો હતો. બીજી તરફ એસએન્ડપી ૧.૫૦ ટકા ઘટાડાની સાથે ૪૨.૦૬ અંક ઘટીને ૨૫૮૪.૫૯ પર બંધ થયો હતો. જોકે ફ્રાન્સની ઝ્રછઝ્ર ૪૦૦.૪૦ ટકા વધારાની સાથે ૪,૩૯૬.૧૨ અંક પર બંધ થયો હતો. જ્યારે ચીનનો શંઘાઈ કમ્પોઝિટ ૧૯.૭૪ અંકની તેજીની સાથે ૨,૭૭૦.૦૪ અંક પર બંધ થયું હતું.

Related posts

દુનિયાના સૌથી ધનિક વ્યકિતનો તાજ જેફ બેજોસ પાસેથી છીનવાયો…

Charotar Sandesh

ક્રુડના ભાવમાં ભડકો : પેટ્રોલના ભાવ ૮૦ રૂપિયા થવાની શકયતા…

Charotar Sandesh

ડીમાર્ટના સ્થાપક દામાણીની નેટવર્થ ૩૫ વર્ષમાં આજે અધધ આટલા કરોડે પહોંચી જાણો વિગત

Charotar Sandesh