Charotar Sandesh
ઈન્ડિયા બિઝનેસ

ડીમાર્ટના સ્થાપક દામાણીની નેટવર્થ ૩૫ વર્ષમાં આજે અધધ આટલા કરોડે પહોંચી જાણો વિગત

ડી-માર્ટ રાધાકિશન દામાણી (radhakishan damani)

૮૦ના દાયકામાં ૫૦૦૦ રૂપિયાની સાથે ઊતરેલા રાધાકિશન દામાણી (radhakishan damani) ની નેટવર્થ આજે ૧.૪૨ લાખ કરોડ રૂપિયા થઈ ગઈ છે

મુંબઈ : ઓછા ભાવમાં ગ્રોસરીનો સામાન ખરીદવો હોય તો આપણામાંથી મોટા ભાગના લોકોની પ્રથમ પસંદગી ડી-માર્ટ જ હોય છે. એની શરૂઆત વર્ષ ૨૦૦૨માં મુંબઈના પવઈ વિસ્તારમાંથી થઈ હતી. આજે સમગ્ર દેશમાં કંપનીના ૨૩૮ સ્ટોર્સ છે. સફળતાની કહાની રચનાર આ કંપનીને એક સફળ રોકાણકારે બનાવી, જેમણે શેરબજારના બિગ બુલ રાકેશ ઝુનઝુનવાલા પણ પોતાના ગુરુ માને છે. લાઈમલાઈટથી ઘણા દૂર રહેનારા આ બિઝનસમેનનું નામ રાધાકિશન દામાણી છે.

તેમને લોકો RDના નામથી પણ ઓળખે છે. સફેદ કપડાંની પસંદગીને કારણે ઘણા લોકો તેમને મિસ્ટર વ્હાઈટ એન્ડ વ્હાઈટના નામથી પણ બોલાવે છે. ૮૦ના દાયકામાં ૫૦૦૦ રૂપિયાની સાથે ઊતરેલા દામાણીની નેટવર્થ આજે ૧.૪૨ લાખ કરોડ રૂપિયા થઈ ગઈ છે. બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઈન્ડેક્સના જણાવ્યા મુજબ, તે હાલ વિશ્વના ૯૮મી સૌથી અમીર વ્યક્તિ છે.

રાધાકિશન દામાણી (radhakishan damani) ની સફળતાની કહાની ક્યાંથી શરૂ થઈ? કઈ રીતે તેઓ સફળ રોકાણકારમાંથી સફળ બિઝનેસમેન બન્યા? કઈ રીતે બદલાતા ભારતમાં હાઈપર માર્કેટ ચેન સેક્ટરમાં બૂમ લાવ્યા? અને કઈ રીતે સામાન્ય લાગતી વ્યક્તિએ પોતાની કંપનીના રોકાણકારોને જોરદાર ફાયદો પહોંચાડ્યો…ચાલો જાણીએ…મીડિયા રિપોર્ટ્‌સના જણાવ્યા મુજબ, રાધાકિશન દામાણી હવે શાકાહારી ડાયટ ફોલો કરે છે. આ સિવાય તેઓ પ્રત્યેક કુંભમાં ગંગામાં નાહવા પણ જાય છે. તેઓ લન્ચ પછી મુંબઈના ચર્ચગેટ, એક ઈન્ડસ્ટ્રી પાસે આવેલી નાની દુકાન પર પાન ખાવા જાય છે. દામાણી સફેદ કપડાં એટલા માટે પસંદ કરે છે, કારણ કે દિવસની શરૂઆતમાં તેમને એને લઈને કોઈ મૂંઝવણ ન થાય. વર્ષ ૨૦૦૦ પહેલાં દામાણીએ શેરમાર્કેટ ટ્રેડિંગ છોડ્યું અને રિટેલ કારોબારમાં પગલું માંડ્યું.

૧૯૮૫-૮૬માં પિતા રાધાકિશન દામાણી (radhakishan damani) ના મૃત્યુ પછી તેમણે નુકસાનમાં ચાલી રહેલા બોલબેરિંગ બિઝનેસને બંધ કર્યો. તેમના પિતા શેરબ્રોકર હતા, તો બાળપણથી જ તેમને માર્કેટની થોડી સમજણ હતી. ભાઈ ગોપીકિશન દામાણીની સાથે મળીને સંપૂર્ણ ફોકસ શેરમાર્કેટ પર કર્યો. ૫૦૦૦ રૂપિયાથી રોકાણની શરૂઆત કરી અને આજે વિશ્વના સૌથી અમીરોના લિસ્ટમાં ૯૮મા ક્રમે પહોંચ્યા છે.

Other News : આયાત બંધ થઈ : તાલિબાનોએ અફઘાનિસ્તાનમાં સત્તા કબજે કરી, ભારતમાં સૂકો મેવો મોંઘો થયો

Related posts

ખેડૂત આંદોલન સાથે જોડાયો ક્રિકેટર મનદીપસિંહ, કહ્યું – મારા પિતાને ગર્વ થશે…

Charotar Sandesh

બાળકો પર કોરોના વેક્સિનના પરિણામો સપ્ટેમ્બર સુધીમાં જાહેર થઇ શકે : AIMS ડાયરેક્ટર

Charotar Sandesh

ગાઢ ધૂમ્મસના કારણે ઉ.પ્રદેશમાં એક્સપ્રેસ-વે પર ૨૦ વાહનો વચ્ચે અકસ્માત…

Charotar Sandesh