Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામની કોરોનાગ્રસ્ત લોકો માટે નિ:શૂલ્ક ટિફિન વગેરે સેવાઓ…

૩૫ ગામડાઓ અને ૧૫ હોસ્પિટલમાં રોજ ૨૧૦૦ જેટલા લોકોને તાજું ભોજન પ્રસાદ…

વડતાલ : ખેડા જીલ્લામાં આવેલ જગપ્રસિદ્ધ તીર્થધામ વડતાલ મંદિરમાં કોવિડ કેર સેન્ટર સાથે સેવાની ધુણી ધખાવી છે. વિશેષ વાત કરીએ તો; હોસ્પિટલમાં દાખલ થયેલા દર્દીઓ અને તેમના સગા સ્નેહીઓને વડતાલ મંદિર સવાર સાંજ બંને સમય તાજું જમવાનું પહોંચાડે છે. દાળભાત શાક રોટલી દૂધ અને ફળ તથા ફળના તાજા જ્યુસની સેવા કરવામાં આવે છે. સંસ્થા દ્વારા વિસ્તાર પ્રમાણે હેલ્પલાઈન નંબર જાહેર કરવામાં આવ્યા છે જેથી જરૂરીયાત વાળા લોકો સવારે ૮-૦૦ વાગ્યા પહેલા અને સાંજે ત્રણ વાગ્યા પહેલા ટીફીનની સંખ્યા અને સરનામું નોંધણી કરાવે છે અને તે પ્રમાણે વડતાલ મંદિરની સ્વયં સેવકોની ટીમ ઘેર / હોસ્પિટલ પ્રસાદરૂપ ભોજન પહોંચાડે છે. આજ નડિયાદ જીલ્લાની ૬ અને આણંદ જિલ્લાની ૯ હોસ્પિટલો તથા બંને જીલ્લાના ૩૫ ગામડાઓમાં સાત જુદી જુદી ટીમો ટીફિન પહોંચાડે છે.

વર્તમાન આચાર્યશ્રી રાકેશપ્રસાદજી મહારાજના આશીર્વાદ સહ વડતાલ મેનેજીંગ ટ્રસ્ટીબોર્ડના ચેરમેનશ્રી દેવપ્રકાશદાસજી સ્વામી વગેરે ટ્રસ્ટી સભ્યોએ સરકારના માર્ગ દર્શન પ્રમાણે અનેક સેવા સોપાનો શરૂ કર્યા છે.
જેમા ટીફીનની સાથે સાથે સંપુર્ણ નિ:શૂલ્ક સારવાર આપતી કોવિડ કેર હોસ્પિટલ પણ કાર્યરત છે. આજની કપરી પરિસ્થિતિમાં પરિવારમાં કોઈ સ્વજન પોજેટીવ આવે અને ઘરમાં જરૂરી દુરી જાળવી શકાય , એમ ન હોય , તેવાં પરિવાર માટે નિ:શૂલ્ક આઇસોલેશન સેન્ટર/ કોરેનટાઈન સેન્ટર ચાલે છે.

નિ:શૂલ્ક મિથિલીન બ્લુ વિતરણ કરવામાં આવે છે. અને સહુને માનસિક બળ મળે, એવી પ્રાર્થના સાથે મહાપૂજા, હોમાત્મક યજ્ઞ, દરરોજ ઓનલાઇન, સવાર-સાંજ કથા અખંડ ધુન નિયમિત પ્રાર્થના-ભજન વેગેરે પણ કરવામાં આવે છે. આ સમગ્ર વ્યવસ્થા પૂ શ્યામવલ્લભ સ્વામી અને સ્વયંસેવકો દ્વારા કરવામાં આવે છે ; એમ વડતાલ મંદિરની યાદીમાં જણાવ્યું છે.

ટીફિન માટે હેલ્પ લાઈન :
૧. મનીષભાઈ :- કરમસદ – ૯૪૨૯૮ ૪૦૦૬૧
૨. અતુલભાઈ :- ક્રિષ્ણા હોસ્પિટલ -૯૪૨૮૨ ૨૩૯૩૫
૩. વિશાલભાઈ – વડતાલ ૮૦૦૦૭ ૮૪૯૨૪
૪. પ્રિતેશભાઈ કરમસદ -૭૯૮ ૪૦૪ ૮૬૪૩

Related posts

મતગણતરી દરમ્યાન વલ્લભ વિદ્યાનગર શહેરના આ પાંચ માર્ગો ઉપર વાહનો માટે પ્રવેશબંધી

Charotar Sandesh

ઓડ ખાતે રાજયની ૨૨૫મી અને જિલ્લાની ૮મી ઔદ્યોગિક વસાહતનું મુખ્યમંત્રીના હસ્તે ભૂમિપૂજન

Charotar Sandesh

ચરોતર ઈંગ્લીશ મીડીયમ સ્કુલ પ્રાથમિક શાળા પ્રવેશોત્સવનું આયોજન કરવામાં આવ્યુ

Charotar Sandesh