સમુદ્રમાં તૈનાત કરાયું આઇએનએસ હિમગિરિ…
ન્યુ દિલ્હી : ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવતે કહ્યું હતું કે, ભારતીય સશસ્ત્ર દળ કોઈ પણ પરિસ્થિતી સામે લડવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. રાવતે કહ્યું હતું કે તેઓ દેશની સરહદની સુરક્ષા માટે કોઈ કસર છોડશે નહીં. પછી ભલે તે જમીન પર હોય કે આકાશમાં કે પછી પાણીમાં. ગાર્ડન રીચ શીપ બિલ્ડર્સ એન્ડ એન્જિનિયર્સ યાર્ડ પર પ્રોજેકટ ૧૭-એ દ્વારા બનાવવામાં આવેલ પહેલા ફ્રિગેટ યુદ્ધ જહાજ’આઇએનએસ હિમગિરિના’ લોન્ચ પ્રસંગે રાવતે આ વાત જણાવી હતી.
તેમણે કહ્યું કે કોરોના મહામારીની વચ્ચે ચીને લાઇન ઓફ એક્ચ્યુઅલ કંટ્રોલની ઉત્તર-પૂર્વીય સરહદ પર યથાસ્થિતિમાં બદલાવ કરવાનો પ્રયાસ કર્યો. જેના કારણે આ જરૂરી હતુ કે આપણી સેનાએ સંપૂર્ણ તૈયારી સાથે હાઇ-લેવલ પર એલર્ટ રહે. તેમણે વધુમાં કહ્યું કે, મને વિશ્વાસ છે કે આપણું સૈન્ય પૃથ્વી, આકાશ અને પાણી પર દેશની સુરક્ષા કરવામાં પૂર્ણ રીતે સક્ષમ છે.
રાવતે કહ્યું હતું કે સરકાર પોતાની પોલિસી દ્વારા મેક ઇન ઈન્ડિયાને પ્રમોટ કરવાના તમામ સંભવ પ્રયાસ કરી રહી છે. આ અંતર્ગત આત્મનિર્ભર ભારતનું વિઝન એ છે કે મોટી સંખ્યામાં સંરક્ષણ કરારને ભારતીય કંપની દ્વારા પૂર્ણ કરવામાં આવે. તેનાથી આપણા દેશમાં રોજગારની તકો પણ વધશે.
જ્યારે પાકિસ્તાન દ્વારા સતત સીઝફાયરના ઉલ્લંઘન અંગે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે તે આપણા માટે ચિંતાનું કારણ બની રહેલ છે. આપણું સૈન્ય તેના માટે કરારો જવાબ આપી રહ્યું છે. આપણી સેના સંપૂર્ણ રીતે તૈયાર છે. તેમણે વધુમાં કહ્યું, “હવે સમય આવી ગયો છે કે આપણે આપણા સિસ્ટમમાં યુદ્ધવિરામ ટેકનોલોજીના ભવિષ્ય વિશે વિચાર કરીએ.