Charotar Sandesh
બોલિવૂડ

સુપર સ્ટાર રજનીકાંત હોસ્પિટલમાંથી ડિસચાર્જ, આરતીથી થયું ‘થલાઇવા’નું સ્વાગત

મુંબઈ : સુપર સ્ટાર રજનીકાંતને હોસ્પિટલમાંથી રજા મળી ગઇ છે. તેમનાં સ્વાસ્થ્યમાં સુધારો આવ્યા બાદ તેમને હૈદરાબાદની એપોલો હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યાં છે. જોકે, તેમણે ડોક્ટ્રસને સંપૂર્ણ રેર્સટ કરવાની સલાહ આપી છે. રજનીકાંતને બ્લડ પ્રેશરની ફરિયાદ થયા બાદ હોસ્પિટલમાં શુક્રવારે એટલે કે ૨૫ ડિસેમ્બરનાં દાખલ કરવામાં આવ્યા હતાં. હોસ્પિટલ દ્વારા તેમનાં વતી હેલ્થ બુલેટિનમાં એમ કહેવામાં આવ્યું છે કે, તેમના હાલત હવે પહેલાં કરતાં ઘણી સારી છે, તેમને કોઇ પ્રકારની ગંભીર સમસ્યા નથી.
ડોક્ટર્સ તરફથી તેમને સંપૂર્ણ બેડરેસ્ટની સલાહ આપવામાં આવી છે. તેમણે તનાવથી દૂર રહેવા અને શૂટિંગ સેટ પર ઓછામાં ઓછું જવાની સલાહ આપવામાં આવી છે. કારણ કે કોરોના વાયરસનાં સંક્રમણનો ડર હજુ પણ દેશ પર છે. એવામાં તેમને ખાસ સાવધાની વરતવા કહેવામાં આવ્યું છે. રજનીકાંતનું બ્લડપ્રેશ હવે સમાન્ય છે અને તેમની હાલત હવે સુધારા પર છે. પણ, ડોક્ટર્સે તેનાં સ્વાસ્થ્ય પર ખાસ ધ્યાન રાખવાની સલાહ આપી છ. સાથે જ એક અઠવાડિયામાં બે વખત તેમનું બ્લડ પ્રેશર ચેક કરવામાં આવશે.

Related posts

બોલિવુડના પ્રખ્યાત સંગીતકાર વાજીદ ખાનનું નિધન, સોનું નિગમ સહીત લોકોએ વ્યક્ત કર્યો શોક…

Charotar Sandesh

બપ્પી દાની દાસ્તાન : બપ્પી લહેરીએ ૪૮ વર્ષની કારકિર્દીમાં પ૦૦૦થી વધારે સોન્ગ કમ્પોઝ કર્યા હતા

Charotar Sandesh

સોશિયલ મીડિયામાં આ સોફ્ટવેર ઍન્જિનિયરને કારણે રાતોરાત રાનૂ મંડલ બની ગઈ સ્ટાર…

Charotar Sandesh