Charotar Sandesh
બોલિવૂડ

સુશાંત સિંહના ડોક્ટરને આત્મહત્યા પર આશંકા, કહ્યું લાગતું નથી અભિનેતા હિમ્મત હારી જાય…

મુંબઈ : સુશાંત સિંહ રાજપૂતે આત્મહત્યા કરી લેતા બોલિવૂડમાં જાણે કે સોપો પડી ગયો છે. પ્રશંસકો અને સુશાંતના પરિવારવાળા હજુ પણ માની નથી શકતા કે સુશાંત જેવો શાનદાર કલાકાર આવુ પગલુ ભરી શકે. સુશાંતે જ્યારે આત્મહત્યા કરી લીધી છે ત્યારબાદ અનેક તર્ક વિતર્ક સામે આવી રહ્યા છે. છેલ્લા કેટલાક સમયમાં એક પછી એક જાણકારી સામે આવી રહી છે. સોશિયલ મીડિયા પરતો જાણે એક જ ચર્ચા છે કે સુશાંતે આત્મહત્યા કેમ કરી? હવે આ મામલે સુશાંતના ડોક્ટરે પણ આશંકા વ્યક્ત કરી છે ડોક્ટરનું કહેવુ છે કે સુશાંત જે રીતે વિચારતો જેવા સપના જોતો નથી લાગતુ કે તે ક્યારેય આ રીતે હિમ્મત હારી જાય.
વિશ્વાસ કરવો મુશ્કેલ છે કે સતત જીવનમાં હસતો અને ખુશીઓ છલકાવતો ચળકતો સીતારો આવુ કરી શકે. સુશાંતના ડૉક્ટરનું દૃઢપણે માનવુ છે કે જરૂર અભિનેતા સાથે એવુ કંઇ થયુ જેનાથી તેણે આવુ પગલુ ભર્યુ. સુશાંતે તેના ભવિષ્યને લઇને ખુબજ મોટા મોટા સપનાઓ જોયા હતા તેના પ્લાનિંગ પરથી તેની ડાયરી પરથી જાણી શકાય કે તે કેટલો આશાવાદી હતો.
તેની ડાયરી પરથી જાણી શકાય કે સુશાંતને સહેજ પણ ડિપ્રેશન ન હતુ તે બેધડક પોતાની જિંદગી જીવવા માગતો હતો. સુપ્રીમ કોર્ટમાં થયેલી સુનાવણીમાં રિયા ચક્રવર્તી અને બિહાર સરકારે સુશાંત કેસમાં પટણામાં થયેલી એફઆઈઆરને મુંબઇંમાં કેસ સ્થળાંતર કરવાની અરજી કરી હતી આ મામલે ગુરૂવારે સુપ્રીમ કોર્ટમાં લેખીતમાં જવાબ રજૂ કરવામાં આવ્યો. પટણામાં નોંધાયેલી હ્લઇૈંમાં સુશાંત સિંહ રાજપૂતના પિતાએ રિયા અને તેના પરિવારના સભ્યો સહિત છ અન્ય લોકો પર ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે.

Related posts

બપ્પી દાની દાસ્તાન : બપ્પી લહેરીએ ૪૮ વર્ષની કારકિર્દીમાં પ૦૦૦થી વધારે સોન્ગ કમ્પોઝ કર્યા હતા

Charotar Sandesh

સુશાંત કેસ : મહેશ ભટ્ટ-કરણ જોહરના મેનેજરની થશે પૂછપરછ…

Charotar Sandesh

સુશાંત સુસાઈડ કેસમાં પોલીસે યશરાજ ફિલ્મ્સના બે મોટા અધિકારીઓની કરી પૂછપરછ…

Charotar Sandesh