મુંબઈ : ફિલ્મો સફળ થવા લાગે એટલે સ્ટાર્સ પોતાની ફીમાં વધારો કરતા જોવા મળ્યા છે. સૈફ અલી ખાન પણ આમાંથી બાકાત નથી. કહેવાય છે કે, સૈફઅલી ખાને આગામી ફિલ્મ માટે તગડી ફી વસૂલી છે.
દક્ષિણ ભારતીય ફિલ્મની હિંદી રીમેક વિક્રમ વેધામાં સૈફ અલી ખાન મહત્વના પાત્રમાં જોવા મળવાનો છે. આ ફિલ્મ માટે સૈફ અલી ખાને રૂપિયા ૧૨ કરોડ ચાર્જ કર્યા છે. સૈફ પોતાની ફિલ્મોની સફળતા અને વધતી જતી ડિમાન્ડ જોઇને લાભ લઇ રહ્યો છે. હવે બોલીવૂડના માંધાતાઓ તેને સાઇન કરવામાં રસ લઇ રહ્યા છે.
બે હીરોવાળી ફિલ્મ હોય કે પછી સોલો ફિલ્મ હોય,સૈફની એકટિંગ ફી હાલ રૂપિયા ૧૨ કરોડ જ રહેવાની છે.
કહેવાય છે કે, ફિલ્મ ઇન્ડસ્ટ્રીની માર્કેટના અનુસાર સૈફના મહેનતાણાની આ યોગ્ય રકમ છે.જોકે ફિલ્મના મુખ્ય સ્ટારકાસ્ટ હૃતિક રોશનની ફી માટે કોઇ જાણકારી મળી નથી.
આ ફિલ્મમાં સૈફ અલી ખાન અને હૃતિક રોશન પ્રથમ વખત સાથે જોવા મળવાના છે.