Charotar Sandesh
ઈન્ડિયા

સોશિયલ મીડિયા અને OTT માટે નવા નિયમો જાહેર, ફરિયાદ પર વાંધાજનક સામગ્રી હટાવવી પડશે…

  • સોશિયલ મિડિયા અને ઓટીટી પ્લેટફોર્મ મુદ્દે સરકારે ગાઇડલાઇન જાહેર કરી
  • સોશિયલ મીડિયા કંપનીઓએ યૂઝર્સ વેરિફિકેશનની સિસ્ટમ બનાવી પડશે, યૂઝરને મળશે વધારે તાકાત અને કંપનીઓએ યોગ્યે મેકેનિઝમ રાખવું પડશે
  • કરોડો યુઝર્સની ફરિયાદ માટે એક ફોરમ બને, ખોટી કન્ટેન્ટ કોણે નાખી છે એ જણાવવું પડશે,સોશિયલ મીડિયાનો ઉપયોગ આતંકીઓ પણ કરી રહ્યાં છેઃ કેન્દ્ર સરકાર

ન્યુ દિલ્હી : સોશ્યલ મીડિયા અને OTT પ્લેટફોર્મ મુદ્દે કેન્દ્ર સરકાર દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે, સરકારે સોશ્યલ મીડિયા અને OTT પ્લેટફોર્મ માટે નિયમો બનાવી નાંખ્યા છે. કેન્દ્ર સરકાર હવે સોશ્યલ મીડિયા અને OTT કંપનીઓ સામે કડક થઈ ગઈ છે. સોશ્યલ મીડિયામાં નિયમોમાં બદલાવ અને નવી ગાઈડલાઇનની જાહેરાત આજે કરવામાં આવી છે. આ મુદ્દે કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદ અને પ્રકાશ જાવડેકરે એક પત્રકાર પરિષદ કરી હતી.
રવિશંકર પ્રસાદે કહ્યું કે સોશ્યલ મીડિયામાં ખોટી ભાષાનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે પણ હવે સરકાર સોશ્યલ મીડિયા પર આપત્તિજનક સામગ્રીને મંજૂરી નહીં આપે. તેમણે કહ્યું કે અમે જોયું છે કે લોકો હવે હિંસા ફેલાવવા માટે સોશ્યલ મીડિયાનો ઉપયોગ કરી રહ્યા છે.
કેન્દ્ર સરકારે કહ્યું કે ભારતમાં વેપાર કરવા માટે સોશ્યલ મીડિયાનું સ્વાગત છે, અને સરકાર પોતાની ટીકા માટે પણ તૈયાર છે. પરંતુ સોશ્યલ મીડિયાના ખોટા ઉપયોગને મંજૂરી મળવી જોઈએ નહીં. સોશ્યલ મીડિયા માટે જે ગાઈડલાઇન બની છે તે ત્રણ મહિનામાં લાગુ કરી દેવાની રહેશે.
કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે સુપ્રીમ કોર્ટ દ્વારા જ ઓનલાઈન પ્લેટફોર્મ અને તેના પર નાંખવામાં આવતા કન્ટેન્ટ માટે ગાઈડલાઇન જાહેર કરવા કહેવામાં આવ્યું હતું.
રવિશંકર પ્રસાદે એલાન કર્યું કે હવેથી સોશ્યલ મીડિયા પ્લેટફોર્મએ અધિકારીઓનને તૈનાત કરવા પડશે અને કોઈ પણ આપત્તિજનક પોસ્ટ ૨૪ કલાકમાં હટાવી દેવી પડશે. ભારતમાં પોતાના નોડલ ઓફિસર અને રેસિડેન્ટ ગ્રીવાન્સ ઓફિસરની નિમણૂક કરવી પડશે અને એક મહિનામાં કેટલી ફરિયાદો પર એક્શન લેવામાં આવ્યું તેની જાણકારી પણ આપવાની રહેશે. કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે અફવા ફેલાવનાર વ્યક્તિ કોણ છે તેની જાણકારી આપવી પડશે.
ડિજિટલ માધ્યમ માટે સરકારે ગાઈડલાઇન જાહેર કરતાં કહ્યું કે ડિજિટલ મીડિયા અને OTT પ્લેટફોર્મે જાણકારી આપવાની રહેશે કે તે શું કામ કરે છે અને કયા પ્રકારનું કન્ટેન્ટ તૈયાર કરે છે. તે બાદ બધાએ એક સેલ્ફ રેગ્યુલેશન લાગુ કરવાના રહેશે અને તે માટે એક બોડી બનાવવામાં આવશે જે સુપ્રીમ કોર્ટના નિવૃત્ત જજ અથવા અન્ય કોઈ વ્યક્તિ હેડ કરશે. ઈલેક્ટ્રોનિક મીડિયાની જેમ જ ડિજિટલ મીડિયાએ પણ ભૂલ થવા પર માફી પ્રસારિત કરવાની રહેશે.

  • સોશિયલ મીડિયા માટે નવા નિયમ
    ૧. નવી ગાઈડલાઈન્સ મુજબ સોશિયલ મીડિયાએ એક ફરિયાદ સેલ બનાવવો પડશે.
    ૨. કોઈ પણ કન્ટેન્ટ હટાવતા પહેલા કારણ બતાવવું હશે
    ૩. ફરિયાદ કરવા પર આપત્તિજનક પોસ્ટને ૨૪ કલાકમાં હટાવવી પડશે.
    ૪. દર મહિને ફરિયાદ પર કાર્યવાહીની જાણકારી આપવી પડશે.
    ૫. સોશિયલ મીડિયાના આ નિયમો ત્રણ મહિનામાં અંદર લાગુ થશે.
    ૬. ચીફ કમ્પ્લાયન્સ ઓફિસરની નિયુક્તિ કરવાની રહેશે. જે નિયમોના કમ્પ્લાયન્સને લઈને જવાબદાર રહેશે.
    ૭. એક નોડલ કોન્ટેક્સ પર્સનની પણ નિયુક્તિ કરવાની રહેશે, જે ૨૪ઠ૭ લો ઈનફોર્સમેન્ટ એજન્સીઓ સાથે તાલમેલ બેસાડી રાખશે.
    ૮. નિયુક્ત કરાયેલા બંને અધિકારી ભારતમાં રહેતા હોવા જોઈએ.
    ૯. રેસિડેન્ટ ગ્રીફાન્સ અધિકારીની પણ નિયુક્તિ કરવાની રહેશે.
    ૧૦. સૌથી પહેલા પોસ્ટ નાખનારાની જાણકારી આપવી પડશે.
  • OTT માટે નવી ગાઈડલાઈન્સ
    ૧. કન્ટેન્ટના હિસાબે કેટેગરી નક્કી થશે.
    ૨. OTT‌ કન્ટેન્ટની પાંચ કેટેગરી બનાવવામાં આવશે.
    ૩. U, U/A 7+, U/A 13+, U/A 16+ અને A કેટેગરી હશે.
    ૪. ડિજિટલ પ્લેટફોર્મ પર પેરેન્ટલ લોકની સુવિધા આપવી પડશે.
    ૫. એથિક્સ કોડ ટીવી, સિનેમા જેવા જ રહેશે.
    ૬. OTT પ્લેટફોર્મ્સે સેલ્ફ રેગ્યુલેશન બોડી બનાવવી પડશે.
    ૭ ફેક કન્ટેન્ટ નાખવા બદલ કડક કાર્યવાહી કરાશે.

Related posts

જમ્મુ-કાશ્મીરના સોપોર એન્કાઉન્ટરમાં મુદસ્સિર પંડિત સહિત ૩ આતંકી ઠાર…

Charotar Sandesh

એર ઇન્ડિયા નુકસાનીના ખપ્પરમાં : ૨૦૧૮-૧૯માં ૮૫૫૬ કરોડની ખોટ…

Charotar Sandesh

દેશમાં હાર્ટ એટેકથી દર મિનિટે ૪ વ્યક્તિ શિકાર બને છે

Charotar Sandesh