Charotar Sandesh
ઈન્ડિયા સ્વાસ્થ્ય અને તંદુરસ્તી હેલ્થ

દેશમાં હાર્ટ એટેકથી દર મિનિટે ૪ વ્યક્તિ શિકાર બને છે

હાર્ટ એટેક (Heart Attack)

દિલ્હી : નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરોના આંકડા પ્રમાણે વર્ષ ૨૦૧૫થી ૨૦૧૯ દરમિયાન ૧,૧૭,૭૪૯ વ્યક્તિઓના હૃદય રોગના હુમલાથી મોત થયા છે. આ પાંચ વર્ષમાં હાર્ટ એટેકથી થતાં મૃત્યુ દરમાં ૫૩ ટકાનો વધારો થયો છે. પહેલા હાર્ટ એટેકે (Heart Attack) ઉંમર લાયક લોકોને જ આવે છે, તેવું માનવામાં આવતું હતું, પરંતુ હવે યુવાવર્ગ પણ ઝડપથી તેનો શિકાર બની રહ્યું છે. મોટાભાગે બેઠાડું જીવન જીવતા તથા ક્યારેક કસરત કે યોગ નહીં કરતાં લોકો માટે હાર્ટ એટેક (Heart Attack) નું જોખમ વધુ હોય છે.

વર્ષ ૨૦૧૫થી હાર્ટ એટેકમાં મૃત્યુ પામેલા લોકોની સંખ્યા સતત વધી રહી છે

એનસીઆરબીના ડેટા પ્રમાણે સને ૨૦૧૫માં દેશમાં ૧૮,૮૨૦ લોકોના હૃદય રોગના હુમલાથી મોત થયા હતા. આ આંકડો સને ૨૦૧૯માં ૨૮,૦૦૫ પર પહોંચી ગયો હતો. જે પાંચ વર્ષમાં ૫૩ ટકાનો વધારો બતાવે છે. ૧૪ વર્ષથી ઓછી ઉંમરના અને ૧૪થી ૧૮ વર્ષની વયના વર્ગને બાદ કરતાં અલગ – અલગ વય જૂથોમાં હાર્ટ એટેકના કેસોમાં સતત વધારો થયો છે. જ્યારે ૧૮થી ૩૦ વર્ષની વચ્ચેની વયના યુવકોના હૃદયરોગના હુમલાને કારણે થયેલા મૃત્યુનો આંકડો વર્ષ ૨૦૧૬માં ૧,૯૪૦ હતો.

જે વર્ષ ૨૦૧૯માં ૨,૩૮૧ પર પહોંચ્યો હતો. આ ઉપરાંત ૩૦થી ૪૫ વર્ષની વચ્ચેની વયના લોકોમાં પણ મોતનું પ્રમાણ વધારે હતું. જેમાં વર્ષ ૨૦૧૬માં ૬,૬૪૬ લોકોના હાર્ટ એકેટ (Heart Attack) થી મોત થયા હતા. આ આંકડો વર્ષ ૨૦૧૯માં વધી ૭,૭૫૨ પર પહોંચી ગયો હતો. ૪૦થી ૬૦ની ઉંમર વચ્ચેના ૮,૮૬૨ લોકોએ વર્ષ ૨૦૧૬માં હૃદય રોગના હુમલાથી જીવ ગુમાવ્યા હતા, તો વર્ષ ૨૦૧૯માં મોતની સંખ્યા ૧૧,૦૪૨ થઈ હતી. વર્ષ ૨૦૧૬માં ૬૦ વર્ષથી ઉપરના ૪,૨૭૫ વૃદ્વોના મોત થયા હતા અને તેની સરખામણીએ વર્ષ ૨૦૧૯માં ૬,૬૧૨ લોકો મૃત્યુ પામ્યા હતા.

કાર્ડિયોલોજિ સોસાયટી ઓફ ઈન્ડિયાના અનુસાર ભારતમાં દર મિનિટે ૩૫થી ૫૦ વર્ષની વયના ૪ લોકોને હાર્ટ એટેક (Heart Attack) આવે છે. ભારતમાં હાર્ટ એટેકથી મૃત્યુ પામનાર લોકોમાં ૨૫ ટકાની ઉંમર ૩૫ વર્ષથી ઓછી હોય છે.

Other News : GST કાયદામાં સુધારો કરતા રદ થયેલા કરદાતાઓ ફરી જીએસટી નંબર ચાલુ કરાવી શકશે

Related posts

આઝાદ ભારતમાં પહેલી વાર ચૂંટણી જીતવાનો અર્થ છે ચૂંટણી હારવી : રાહુલ ગાંધી

Charotar Sandesh

ચૂંટણી પંચ ભાજપ સેલની જેમ કામ કરી છે ઃ તેજસ્વી યાદવ

Charotar Sandesh

કંગના મામલે ઉધ્ધવ ઠાકરે અને સંજય રાઉત વિરૂધ્ધ બિહારમાં નોંધાયો કેસ…

Charotar Sandesh