Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

હાઈકોર્ટના આદેશ મુજબ આણંદમાં બીયુ પરમિશન વિનાની ૪૦ ઈમારતોને નોટિસ ફટકારાઈ…

 શહેરી વિકાસ સત્તા મંડળ(અવકુડા) દ્વારા સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે…
આ નોટીસના પગલે હાલ ડોકટર્સ ગ્રુપમાં દોડભાગ મચી છે…

આણંદ : શહેરમાં હાઈકોર્ટના આદેશના પગલે બીયુ પરમિશન વિનાની ૪૦ ઈમારતોને નોટિસ ફટકારવામાં આવી છે. રાજ્યમાં ગેરકાયદેસર બીયુ પરમિશન વિનાની અને ફાયર એનઓસી વિનાની ઈમારતો સામે હાઈકોર્ટે તપાસના આદેશ આપવામાં આવ્યા હતા.

ત્યારે આણંદ, વિદ્યાનગર અને કરમસદ શહેરી વિકાસ સત્તા મંડળ(અવકુડા) દ્વારા સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે. છેલ્લા એક માસમાં કુલ ૩૮ જેટલી હોસ્પિટલમાં બીયુ પરમીશન જોવા મળી નથી. આથી, અવકૂડા દ્વારા આ તમામ ડોક્ટર અને હોસ્પિટલના સંચાલકને નોટીસ ફટાકરવામાં આવી છે અને તાકીદે બીયું પરમીશન લેવાની કાર્યવાહી કરવા જણાવવામાં આવ્યું છે. આ નોટીસના પગલે હાલ ડોકટર્સ ગ્રુપમાં દોડભાગ મચી છે.

આણંદ નગરપાલિકામાં ઓળખાણ થકી બિલ્ડીંગો અને હોસ્પિટલો ઉભી કરનારાઓની હવે ખેર નથીની સ્થિતિ નિર્માણ થઈ છે. બાંધકામના નિયમો ખિસ્સામાં લઈ ફરતા પાલિકાના વહિવટદારોની ઊંઘ હરામ થઈ ગઈ છે. આણંદ, વિદ્યાનગર અને કરમસદ શહેરી વિકાસ સત્તામંડળ (અવકુડા) વિસ્તારમાં કોઇ પણ પ્રકારનું બાંધકામ કરતા પહેલા બાંધકામ વિકાસ પરવાનગી ફરજીયાતપણે મેળવવાની હોય છે. આ બાંધકામપૂર્ણ થતા મિલકત વપરાશ કરતા પહેલા બીયુ (બિલ્ડીંગ યુઝ) પરમીશન મેળવવાની હોય છે. આ પરમીશન મેળવ્યા વગર બાંધકામવાળી મિલકતનો ઉપયોગ કરવો કાયદાકીય રીતે અમાન્ય અને દંડનીય ગુનો ગણાય છે.

Related posts

આણંદમાં લવ જેહાદને લઇ રાજ્યમાં કાયદો બનાવવા ઉઠી માંગ…

Charotar Sandesh

ભારતની ચીન સરહદે શહીદ થયેલ વીર જવાનોને આંકલાવ કોંગ્રેસ સમિતિ દ્વારા શ્રદ્ધાંજલિ અપાઈ…

Charotar Sandesh

વિશ્વામિત્રી નદીએ ભયજનક સપાટી વટાવી, ૫૦૦થી વધુ લોકોનું સ્થળાંતર…

Charotar Sandesh