ચીને અમેરિકા અને દુનિયા સાથે જે કર્યું તે વગર વિચારે કર્યું…
USA : અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મંગળવારે ફરી એક વખત કોરોના વાયરસને લઈને ચીનને ઘેર્યું છે. ટ્રમ્પે કહ્યું હતું કે તેઓ ચીન સાથે વાતચીત કરવા માટે તૈયાર નથી. ચીને અમેરિકા અને દુનિયા સાથે જે કર્યું છે તે વગર વિચારે જ કર્યું છે.
એરિજોનાના યુમામાં પ્રેસ કોન્ફ્રન્સમાં સંબોધન કરતા ટ્રમ્પે જણાવ્યું હતું કે,” મેં ચીન સાથેની વાતચીતને ટાળી છે. અમેરિકા ચીન સાથે વાતચીત કરવા માંગતું નથી.” આ સાથે જ તેમણે વધુમાં જણાવ્યું હતું કે જો ઊંઘમાં રહેતા બાઇડેન ચૂંટણી જીતશે તો ચીન અમેરિકા પર શાસન કરવા માંડશે. બાઇડેન બધું જ ચીનને આપી દેશે. બાઇડેન સ્માર્ટ નથી, નબળા છે.
જેમ જેમ ચૂંટણીઓ નજીક આવી રહી છે તેમ તેમ ટ્રમ્પનો ચીન પરનો હુમલો તીવ્ર બની રહ્યો છે. આ પહેલા ૧૭ ઓગસ્ટે તેમણે સંકેત આપ્યો હતો કે તેઓ ચીનની કંપની જેવી ઈ-કોમર્સ સાઇટ અલીબાબા પર પ્રતિબંધિત લગાવશે. ટ્રમ્પે પહેલેથી જ ચીની કંપની બાઈટડાન્સને ૯૦ દિવસની અંદર અમેરિકી બિઝનેસને વેચવાનો આદેશ આપ્યો છે. ટ્રમ્પે કહ્યું કે તેમની પાસે એવા પુરાવા છે, જેનાથી ભરોસો થાય છે કે બાઈટડાન્સ અમેરિકાની રાષ્ટ્રીય સુરક્ષા માટે ખતરો ઉભો કરી શકે છે.
- Naren Patel