Charotar Sandesh
ઈન્ડિયા

૨૬ જાન્યુઆરીએ યોજાનાર ખેડૂતોની ટ્રેક્ટર રેલી રોકવા સુપ્રિમનો ઇન્કાર…

કૃષિ કાયદા માટે નિયુક્ત પેનલ બદલવાની ખેડૂતોની માંગ પર સુપ્રીમ કોર્ટ ખફા…

ખેડૂતોની ટ્રેક્ટર માર્ચ અંગે સુપ્રીમ કોર્ટે સરકારને રેલી વિરુદ્ધ અરજી પાછી ખેંચવા કહ્યું, કોર્ટ કોઇ પણ રેલીને રોકે એ યોગ્ય નથી, ટ્રેક્ટર રેલી પર નિર્ણય લેવાનો વારો દિલ્હી પોલીસનો…

પેનલની નિમણૂંક વાતચીત કરવા માટે જ કરાઇ છે, કોઇ સત્તા અપાઇ નથી, તો પછી પક્ષપાત કરાયો હોવાની વાત ક્યાં ઉપસ્થિત થાય છેઃ સુપ્રિમની સ્પષ્ટતા…

ન્યુ દિલ્હી : સુપ્રીમ કોર્ટે બુધવારે કૃષિ કાયદા મુદ્દે નિયુક્ત કરેલી પેનલને બદલાવની ખેડૂતોની માગને લઈને નારાજગી વ્યક્ત કરી છે. સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કરતા કહ્યું હતુ કે, તેમના દ્વારા પેનલની નિમણૂક વાતચીત કરવા માટે જ કરાઈ છે તેમને નિર્ણય માટેની કોઈ સત્તા આપવામાં આવી નથી. તો પછી પક્ષપાત કરાયો હોવાની વાત જ ક્યાં ઉપસ્થિત થાય છે.
દરમિયાન કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં ૨૬મી જાન્યુઆરીના રોજ ખેડૂતોની સંભવિત ટ્રેક્ટર રેલીને રોકવાની માગ કરતી અરજી પરત ખેંચી લીધી છે. સુપ્રીમ કોર્ટે આ અરજી મુદ્દે જણાવ્યું હતું કે, કાયદો અને વ્યવસ્થા પોલીસના અધિકારક્ષેત્રમાં આવે છે. ખેડૂતોની ટ્રેક્ટર રેલી મુદ્દે પોલીસે યોગ્ય પગલાં લેવા જોઈએ સુપ્રીમ કોર્ટ તેમાં કોઈ દખલગીરી નહીં કરે.
ત્રણ કૃષિ કાયદા પર કેન્દ્ર અને ખેડૂતો વચ્ચે પડેલી મડાગાંઠને ઉકેલવા સુપ્રીમ કોર્ટે વાતચીત માટે ચાર સભ્યોની પેનલની રચના કરી છે. આ પેનલના મુદ્દે સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ એસ એ બોબડેની અધ્યક્ષતામાં મળેલી બેન્ચે જણાવ્યું હતું કે તેમણે નિમેલી પેનલના મહાનુભાવો જજ છે અને તેઓ કોઈ વિષય નિષ્ણાત નથી.
ઉલ્લેખનીય છે કે સુપ્રીમ કોર્ટે ચાર સભ્યોની પેલનના ગઠનનો આદેશ આપ્યો હતો જેમાંથી કેટલાક સભ્યો કૃષિ કાયદાની તરફેણમાં હોવાનું જણાયું હતું. આ મામલે ત્યારે વિવાદ ઉઠ્યો જ્યારે પેનલા એક સભ્યએ પોતે આ સમિતિમાંથી ખસી જવાનો મત રજૂ કર્યો હતો.
સુપ્રીમ કોર્ટના જસ્ટિસ એ એસ બોપન્ના અને જસ્ટિસ વી રામાસુબ્રમણ્યમન પણ બેન્ચનો હિસ્સો છે અને તેમણે જણાવ્યું કે, આમાં પક્ષપાતનો સવાલ જ ક્યાં ઉપસ્થિત થાય છે. અમે કમિટીને કોઈ નિર્ણય લેવાની સત્તા સોંપી નથી. તમે (ખેડૂતો) પેનલ સમક્ષ હાજર નથી રહેવા ઈચ્છતા તે સમજી શકાય તેવી વાત છે પરંતુ કોઈના પર દોષારોપણ કરવું યોગ્ય નથી. બેન્ચે વધુમાં કહ્યું કે તમે આમ કોઈના પર કલંક ના લગાવી શકો.
દરેક વ્યક્તિનો પોતાનો મત હોવો જોઈએ. જજનો પણ પોતાનો મત હોય છે. આ એક સર્વસામાન્ય બાબત છે. તમને ના જોઈએ તે વ્યક્તિનું ખોટું બ્રાન્ડિંગ કરવું તે હવે નિયમ બની ગયો છે. અમે કમિટીને ફેંસલો કરવાની સત્તા આપી નથી તેમ સુપ્રીમ કોર્ટની બેન્ચે જણાવ્યું હતું.
સુપ્રીમ કોર્ટે કેન્દ્રને ટકોર કરતા વધુ એક વખત જણાવ્યું હતું કે, ૨૬મી જાન્યુઆરીએ ખેડૂતોની પરેડના મુદ્દે પોલીસ પગલાં લઈ શકે છે. આ મામલે કોર્ટો કોઈ જ આદેશ નહીં આપે. કોર્ટે કહ્યું હતું કે, અમે અગાઉ પણ જણાવ્યું હતું કે અમે કોઈ નિર્દેશ નહીં આપીએ. આ પોલીની બાબત છે. અમે અરજી પરત ખેંચવા મંજૂરી આપીશું. સુપ્રીમ કોર્ટમાં વીડિયો કોન્ફરન્સિંગથી યોજાયેલી સુનાવણીમાં કેન્દ્ર સરકારે ૨૬મી જાન્યુઆરીના ગણતંત્ર દિવસે ખેડૂતોની સંભવિત ટ્રેક્ટર રેલીને રોકવા સુપ્રીમ કોર્ટમાં કરેલી અરજીને પરત ખેંચી હતી.
૧૨ જાન્યુઆરીએ સુપ્રીમ કોર્ટે ત્રણ કૃષિ કાયદા પર વધુ આદેશ ના અપાય ત્યાં સુધી અમલીકરણ પર સ્ટે લાગુ કરતો વચગાળાનો આદેશ આપ્યો હતો. આ ઉપરાંત સુપ્રીમ કોર્ટે ચાર સભ્યોની પેલન પણ રચી હતી જેની પાસે ખેડૂતોને વાતચીત કરવા જવા જણાવાયુ હતું. જો કે ખેડૂતો કૃષિ કાયદાને રદ કરવાની માગ પર અડગ છે અને તેમણે પેનલ પાસે નહીં જવાનું જણાવ્યું હતું.
સુપ્રીમ કોર્ટે રચેલી કમિટીમાં ઓલ ઈન્ડિયા કિસાન કોઓર્ડિનેશન કમિટીના રાષ્ટ્રીય અધ્યક્ષ ભુપિન્દર સિંહ માન, સાઉથ એશિયાના ઈન્ટરનેશનલ ફૂડ પોલીસી રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટના ડિરેક્ટર પ્રમદો કુમાર જોશી, કૃષિ અર્થશાસ્ત્રી અને કમિશન ફોર એગ્રિકલ્ચર કોસ્ટ્‌સ એન્ડ પ્રાઈસીસના પૂર્વ ચેરમેન અશોક ગુલાટી તેમજ શેતકારી સંગઠનના અધ્યક્ષ અનિલ ઘનવટનો સમાવેશ કરાયો હતો. બાદમાં આ પેનલમાંથી ભુપિન્દર સિંહ માને ખસી જવાની ઈચ્છા વ્યક્ત કરી હતી.

Related posts

‘અનલોક-૧ અસફળ’ : ૨૪ કલાકમાં કોરોનાના અધધ… ૧૭ હજાર કેસ…

Charotar Sandesh

ભારતમાં ૨૪.૮ ટકા લોકોનું સંપૂર્ણ રસીકરણ થઈ ચૂક્યું

Charotar Sandesh

ભારતમાં કોરોના વાયરસની એન્ટ્રી : કેરળમાં પ્રથમ પોઝિટીવ કેસ નોંધાયો…

Charotar Sandesh