Charotar Sandesh
ઈન્ડિયા

ભારતમાં ૨૪.૮ ટકા લોકોનું સંપૂર્ણ રસીકરણ થઈ ચૂક્યું

કોરોના રસીકરણ

નવી દિલ્હી : ભારતમાં જારી કોરોના રસીકરણ અભિયાને મંગળવારે વધુ એક રેકોર્ડ નોંધાવ્યો છે. હવે ભારતના દર ૪ માંથી ૧ લાભાર્થી એટલે કે ૨૪. ૮ ટકા લોકોનું સંપૂર્ણ રસીકરણ થઈ ચૂક્યું છે એટલે કે બન્ને ડોઝ મળી ચૂક્યા છે. ત્યારે ૪૩.૫ ટકા લોકોને રસીનો ઓછામાં ઓછો એક ડોઝ મળી ચૂક્યો છે.

ભારતમાં આ સફળતા એ સમયે મળી છે જ્યારે દેશમાં એક્ટિવ કેસ ગત મહિનાથી વધારે સમય બાદ ૩ લાખની નીચે આવી ગયા છે. મંગળવારે સાંજ સુધીમાં આ આંકડા મુજબ ભારતમાં ૬૪.૨૫ કરોડ લોકોની કોરોનાની રસી ૮૭.૬૨ કરોડ ડોઝ અપાઈ ચૂક્યા છે.

ચીન બાદ ભારત બીજો એવો દેશ છે જ્યાં સૌથી વધારે લોકોને રસીના ડોઝ અપાયા છે

જેમાંથી ૨૩ કરોડ ૩૬ લાખ લોકોને કોરોનાના બન્ને ડોઝ અપાઈ ચૂક્યા છે. જ્યારે બાકીના ૪૪ કરોડ ૮૯ લાખ લોકોને રસીનો ઓછામાં ઓછો એક ડોઝ અપાયો છે. આનો અર્થ એ છે કે દેશની ૧૮ વર્ષથી વધારે ઉંમરના ૨૪.૮ ટકા વસ્તીનું રસીકરણ થઈ ગયુ છે. આ આંકડો બુધવાકે ૨૫ ટકાને પાર થઈ ગયો છે.

બીજી તરફ ભારતના ૭ મોટા રાજ્યો રસીકરણમાં હજું પણ રાષ્ટ્રીય ઔસતથી પાછળ છે. યુપીમાં બન્ને ડોઝનો સરેરાશ સૌથી ઓછો ૧૩.૬ ટકા છે. બિહારમાં ૧૪.૫ ટકા અને ઝારખંડમાં ૧૬.૨ ટકા વસ્તીને કોરોનાની રસીના બન્ને ડોઝ લાગ્યા છે.રસીકરણના હેતુથી સપ્ટેમ્બરના મહિનામાં ભારતે અત્યાર સુધી ૨૨.૫ કરોડ ડોઝ આપવામાં આવ્યા છે.

Other News : કાશ્મીરમાં ઉરી જેવા હુમલો નિષ્ફળ, ૧ આતંકી ઠાર, ૧ જીવતો પકડાયો

Related posts

વંદે ભારત ટ્રેનો સાથે આ શું થઈ રહ્યું છે ! જુઓ સતત ત્રીજા દિવસે શું થયું ?

Charotar Sandesh

દેશમાં કોરોના બન્યો બેફામ : છેલ્લા ૨૪ કલાકમાં રેકોર્ડ ૧.૪૪ લાખથી વધુ કેસ નોંધાયા

Charotar Sandesh

લો બોલો, એક વ્યક્તિએ દારૂ પીધા પછી નશો ન ચડતા ગૃહમંત્રી પાસે ફરિયાદ કરી

Charotar Sandesh