Charotar Sandesh
ઈન્ડિયા

૨૯ એપ્રિલે પૃથ્વીની નજીકથી પસાર થશે વિશાળકાય ઉલ્કાપિંડ… પૃથ્વી સાથે ટકરાશે નહીં….

આ ઉલ્કાપિંડ પૃથ્વી સાથે ટકરાશે નહિ : નાસા

ન્યુ દિલ્હી : બ્રહ્માંડમાં અવારનવાર ખગોળીય ઘટનાઓ થતી હોય છે ત્યારે આગામી ૨૯ એપ્રિલના રોજ પણ આવી એક અનોખી ખગોળીય ઘટના બ્રહ્માંડમાં થવા જઈ રહી છે. આ દિવસે માઉન્ટ એવરેસ્ટની અડધી ઊંચાઇ બરાબર એક ઉલ્કાપિંડ પૃથ્વીની એકદમ નજીકથી પસાર થશે. જો કે ચિંતાની કોઇ વાત નથી કારણ કે નાસાએ સ્પષ્ટ કર્યું છે કે આ પહાડ જેવડો ઉલ્કાપિંડ પૃથ્વી સાથે ટકરાશે નહીં.

આ ઉલ્કાપિંડ ૪.૧ કિલોમીટર જેટલો વ્યાસ ધરાવે છે. જે ૨૯મી સવારે ૪ઃ૫૬ કલાકે ૩૧૩૨૦ કિમી પ્રતિ કલાકની ઝડપે પૃથ્વીની નજીકથી પસાર થશે. આ સમયે તે ધરતીથી ૩.૯ મિલિયન માઇલ્સ દૂર હશે. લોકડાઉનના સમયમાં તમે પણ આ ખગોળીય ઘટનાને જોવાનું વિચારતા હોવ તો તેના માટે તમારે ટેલિસ્કોપની જરૂર પડશે. નરી આંખે તમે આ નજરો નહીં જોઇ શકો.

અમેરિકાની સ્પેસ એજન્સી નાસાને આ ઉલ્કાપિંડ વિશે વર્ષ ૧૯૯૮માં માહિતી મેળવી લીધી હતી.ત્યાર પછી વૈજ્ઞાનિકોએ તેને ૫૨૭૬૬ અને ૧૯૯૮માં ઓઆર-૨ નામ આપ્યું હતું. જો કે તેના મોટો આકારના કારણે વૈજ્ઞાનિકો સતત તેના પર નજર રાખતા હતા.

૪.૫ અબજ વર્ષ પહેલા જ્યારે સૌરમંડળનું નિર્માણ થયું ત્યારે આવા અનેક ઉલ્કાપિંડ કે જે ગ્રહનો આકાર ન લઇ શક્યા અને આકાશમાં તરવા લાગ્યા. મહત્વનું છે કે આ પહેલા પણ અનેક વાર મોટા મોટા ઉલ્કાપિંડ પૃથ્વીની નજીકથી પસાર થઇ ચૂક્યા છે. જેણે ખગોળશાસ્ત્રીઓનો ઉત્સાહ વધાર્યો છે.

Related posts

૨૭ એપ્રિલે વડાપ્રધાન મોદી આ બાબતે લઈ શકે છે મોટો નિર્ણય, જુઓ વિગત

Charotar Sandesh

PM મોદીએ રાષ્ટ્રજોગ સંબોધન કર્યું : ૩ જાન્યુઆરીથી ૧૫ થી ૧૮ વર્ષના બાળકોને વેક્સિન અપાશે, જાણો અન્ય વિગત

Charotar Sandesh

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો…

Charotar Sandesh