Charotar Sandesh
ગુજરાત

૨.૬૦ લાખથી વધુ વિદ્યાર્થીઓના ડિગ્રી સર્ટીફિકેટ એનએડી પર અપલોડ કરનારી રાજ્યની એકમાત્ર યુનિવર્સિટી જીટીયુ…

અમદાવાદ : દેશની તમામ યુનિવર્સિટીઓ અને સ્કૂલના વિદ્યાર્થીઓએ મેળવેલ ડિગ્રી સર્ટીફિકેટનો યોગ્ય રીતે સંગ્રહ થઈ શકે તથા વિદ્યાર્થીઓ તેમની અનુકૂળતાએ પોતાના ડિગ્રી સર્ટીફિકેટ્‌સનો જરૂરિયાત પ્રમાણે ઉપયોગ કરી શકે તે માટે કેન્દ્ર સરકારના શિક્ષણ વિભાગ અને યુનિવર્સિટી ગ્રાંન્ટ કમિશનના સંયુક્ત પ્રયાસથી નેશનલ એકેડમિક ડિપોઝીટરીની શરૂઆત કરવામાં આવેલ છે. જેના ઉપલક્ષે ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી દ્વારા જુદાં-જુદાં ૨૮ કોર્સના ડિપ્લોમાથી લઈને પીએચડી સુધીના ૨૬૩૭૭૮ વિદ્યાર્થીઓના ડિગ્રી સર્ટીફિકેટ એનએડી પર અપલોડ કરવામાં આવ્યા છે. સૌથી વધુ ડિગ્રી સર્ટીફિકેટ અપલોડ કરનાર જીટીયુ રાજ્યની એકમાત્ર યુનિવર્સિટી છે.
આ ઉપરાંત બહોળી સંખ્યામાં ડેટા અપલોડ કરીને દેશની ટોપ-૧૦ યુનિવર્સિટીમાં પણ જીટીયુએ સ્થાન પ્રાપ્ત કર્યુ છે. આ અંગે જીટીયુના કુલપતિ પ્રો. ડૉ. નવીન શેઠે જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકારના ડિજીટલ ભારત અભિયાનમાં સહભાગી થઈને વિદ્યાર્થીઓને ડિગ્રી સર્ટીના વેરીફિકેશન થી લઈને તમામ પ્રકારની ઓનલાઈન સવલત મળી રહશે. જીટીયુના કુલસચિવ ડૉ. કે. એન. ખેરે જણાવ્યું કે, વિદ્યાર્થીઓને તમામ પ્રકારની સવલત ઓનલાઈન મળી રહે તે માટે જીટીયુ સતત કાર્યરત રહશે.
જીટીયુ દ્વારા એન્જિનિયરીંગ, મેનેજમેન્ટ, ફાર્મસી, આર્કિટેક્ચર , કૉમ્પ્યુટર એપ્લિકેશન અને આઈપીઆર જેવી વિવિધ વિદ્યાશાખાના ડિપ્લોમાંથી લઈને પી.એચડી સુધીના અભ્યાસક્રમ ચલાવવામાં આવે છે. જેમાં જુદાં-જુદાં ૨૮ કોર્સના ૨૬૩૭૭૮ વિદ્યાર્થીઓના ડિગ્રી સર્ટી જીટીયુ દ્વારા એનએડી પર અપલોડ કરવામાં આવેલ છે. જેમાંથી ડિપ્લોમાંના કુલ ૬૯૨૦૦ , બેચલર ડિગ્રીના ૧૬૯૨૯૬ , માસ્ટર ડિગ્રીના ૨૪૯૧૯ , પોસ્ટ ગ્રેજ્યુએટ ડિગ્રીના ૨૩૬ અને પી.એચડીના ૧૨૭ વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે.

Related posts

૧૯૦૦ કરોડના રોકાણ સાથે વિશ્વનું પ્રથમ સીએનજી પોર્ટ ટર્મિનલ ગુજરાતમાં બનશે…

Charotar Sandesh

રાજ્યની નગરપાલિકાઓ દ્વારા વસુલવામાં આવતા ટેક્ષ-કરવેરાનો સમય વધુ બે મહિના માટે લંબાવાયો

Charotar Sandesh

શિક્ષકોને પગાર આપવા રાજ્ય સરકાર સામે શંકરસિંહ બાપૂએ બાંયો ચઢાવી…

Charotar Sandesh