Charotar Sandesh
ગુજરાત

કોરોના કહેર વચ્ચે રાજ્યમાં વરસાદ અને કાતિલ ઠંડીની કરાઈ આગાહી…

ગાંધીનગર : રાજ્યમાં કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતિત છે. ત્યારે સતત ચોથા દિવસે હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે. ઉત્તરપૂર્વ રાજસ્થાન અને તેની આસપાસ વેસ્ટર્ન ડિસ્ટબર્ન્સથી સર્જાયેલા સાયક્લોનિક સર્ક્યુલેશનને પગલે દક્ષિણ ગુજરાતમાં સતત ચોથા દિવસે કમોસમી વરસાદની સ્થિતિ યથાવત્‌ રહેતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. આ સાથે હવામાન વિભાગે આજે પણ દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં વરસાદની આગાહી કરેલી છે.
રાજસ્થાનમાં સર્જાયેલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે સમગ્ર રાજ્ય પર તેની અસર જોવા મળી રહી છે. પવનની દિશા બદલાતા ઠંડીમાં પણ વધારો થશે. રાજસ્થાનમાં સક્રિય થયેલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે અમદાવાદ સહિત સમગ્ર રાજ્યના વાતાવરણમાં પલટા સાથે માવઠું થયું છે. નલિયા અને ડીસા જેવાં શહેરોનું તાપમાન ૧૦ ડિગ્રી નીચે જતાં રાજ્યમાં કાતિલ ઠંડીની શરૂઆત થશે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય છે જેને લીધે રાજ્યના વાતાવરણમાં પલટા સાથે માવઠું થયું છે. હજુ આગામી ૨૪ કલાક રાજ્યના વિવિધ વિસ્તારોમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદી માહોલ રહેશે. ૧૩ ડિસેમ્બરથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ગુજરાત પરથી આગળ વધી જશે, જેના કારણે સોમવારથી રાજ્યમાં મોટાભાગના શહેરોમાં કાતિલ ઠંડી પડવાની શરૂઆત થશે.

Related posts

લીલા શાકભાજી બાદ હવે લીંબુ-મરચાના ભાવ વધતા ગૃહિણીઓના બજેટ ખોરવાયાં…

Charotar Sandesh

અનલૉક-૪ : સિનેમાગૃહો-મલ્ટિપ્લેક્સ હજી પણ બંધ, ઓપન એર થિએટર ૨૧મીથી ખોલી શકાશે…

Charotar Sandesh

સુરત : ત્રિપલ મર્ડર કેસને પગલે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની ઉચ્ચસ્તરીય બેઠક યોજાઈ

Charotar Sandesh