કચ્છ : ગુજરાતમાં દરિયાઈ માર્ગે ડ્રગ્સ ઘુસાડાતું અટકાવવા ગુજરાત પોલિસ સહિત એટીએસ-કોસ્ટગાર્ડ સંયુક્ત ઓપરેશન હાથ ધરી રહ્યા છેે, જેમાં ગુજરાતના દરિયા કિનારેથી અંદાજે ૨૦૦ કરોડનું ડ્રગ્સ ઝડપી પાડયું છે.
ઝડપાયેલ કુલ ૬ આરોપીઓ પાસેથી પાસેથી કુલ ૪૦ હેરોઇનના પેકેટ મળી આવ્યા છે
મળતી માહિતી અનુસાર, આ ડ્રગ્સ પંજાબની જેલમાં બંધ નાઇજિરિયન શખ્સે મંગાવ્યું હોવાનો ખુલાસો થયો છે, જેમાં વધુ ૬ પાકિસ્તાની શખ્સોની ડ્રગ્સના જથ્થા સાથે અટકાયત કરાઈ છે.
ગુજરાતની દરિયાઈ સીમાની અંદર કેટલાક નોટિકલ માઇલ્સ પાકિસ્તાનની મરીન સીમામાં જઈને ઓપરેશન હાથ ધરાયું હતું. આ ઓપરેશનમાં કુલ છ પાકિસ્તાની શખ્સોની અટકાયત કરી એક બોટ પણ કબજે કરાઈ છે.
Other News : જમ્મુ કાશ્મીરના પૂંછમાં મિની બસ ખાઈમાં ખાબકી : ૧૧ના કરૂણ મોત, ૨૦થી વધુ ઘાયલ