Charotar Sandesh
ક્રાઇમ સમાચાર ચરોતર

પંખા-AC ચલાવવા વીજ ચોરી કરતાં ૪૫ ઝડપાયા, તંત્રએ આણંદ જિલ્લામાં ૬.૯૩ લાખનો દંડ ફટકાર્યો

વીજ ચોરી

આણંદ : હાલ કાળઝાળ ગરમી વધવા પામી છે, ત્યારે લોકો એસી, પંખા સહિત કુલરનો સહારો વધુ પ્રમાણમાં લેતા હોય છે જેને લઈ કેટલાક શખ્સો લાઈટબીલ ઓછું આવે તે માટે વીજ ચોરીનો રસ્તો અપનાવતા હોય છે, ત્યારે વિજીલન્સની ટીમોએ સપાટો બોલાવ્યો છે, જેમાં આણંદ જિલ્લામાં ખંભાત, તારાપુર, ઉમરેઠ, આણંદ, પેટલાદ, બોરસદ સહિતના વિસ્તારોમાં ચેકિંગ હાથ ધરતાં ૪૨૦ વીજ મીટરો તપાસી ૪૫ વીજધારકોએ કુલ ૩૦,૬૫૮ યુનિટની ચોરી કર્યા હોવાનું બહાર આવેલ.

તંત્રએ કુલ ૬.૯૩ લાખનો દંડ ફટકાર્યો છે, આ કાર્યવાહી બાદ વીજચોરોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે

મળતી માહિતી મુજબ, જુદા જુદા ડીવીઝનની રર જેટલી ટીમો સહીત વિજીલન્સ એ દરોડા પાડીને ગુરૂવારે ચેકિંગ હાથ ધરેલ, જેમાં કોમર્શિયલ દુકાનો, રહેણાંક વિસ્તારોમાં તપાસ હાથ ધરી ૪૨૦ જેટલા વીજ મીટરો તપાસ્યા હતા., ચેકિંગમાં કુલ ૪પ જેટલા વીજચોરોને રંગેહાથ ઝડપી પાડેલ અને કુલ ૬.૯૩ હજારનો દંડ ફટકારેલ, જો આ દંડની ભરપાઈ નહીં કરે તો કાયદેસરના પગલાં ભરવામાં આવશે.

Other News : પ્રગતિ ઈન્ટરનેશનલ સ્કૂલના બાળકો એ નેશનલ ડાન્સ ચેમ્પિયનશિપમાં ઐતિહાસિક સિદ્ધિ મેળવી

Related posts

આણંદ જિલ્લામાં પોલીસ વિભાગ અને ચાઈલ્ડ લાઈનના સહયોગથી છેલ્લા ત્રણ મહિના દરમિયાન ૪૭ બાળલગ્નો અટકાવાયા

Charotar Sandesh

એપ્લિકેશન KNOW  YOUR CANDIDATE (KYC) દ્વારા નાગરિકો ચૂંટણી લડતા ઉમેદવારોના ગુનાહિત ઈતિહાસ વિશે જાણી શકશે

Charotar Sandesh

આણંદ : ક્ષત્રિય સમાજનાં યુવાનો દ્વારા ૩૮ જેટલી બોટલ રક્તદાન કરવામાં આવી

Charotar Sandesh