ચરોતર 6 ગામ પાટીદાર સમાજ પ્રગતિ મંડળ આણંદની 46 મી વાર્ષિક સાધારણ સભા સમધરદાસ વાડી(આણંદ)ખાતે રવિવાર તારીખ 5 સપ્ટેમ્બરના રોજ યોજાય.
જેમાં વર્ષ 2019/20 તથા 2020/21 ના વાર્ષિક હિસાબોને બહાલી આપવામાં આવી હતી.સાથે “શિક્ષક દિવસ” નો પર્વ હોય સમાજના તેજસ્વી બાળકો નું પારિતોષિક આપી સમ્માન કરવામાં આવેલ હતું. 6 ગામ પાટીદાર સમાજના શિક્ષણ જગત સાથે સંકળાયેલ સભાસદોનુ પણ આ સાથે “શિક્ષક દીન”હોય બહુમાન કરવામાં આવેલ હતું.
ફારેગ થતા સ્થાયી કારોબારી સભ્યોની સામે તેમની પુનઃ નિયુક્તિ તથા નવા સભ્ય પદે ર્ડો અર્પણ દેસાઈની નિમણુંક કરવામાં આવેલ હતી
સવિશેષ માં નીરવભાઈ અમીન જેઓ સમાજમાં સક્રિય કારોબારી સભ્ય હોય તેમની ભારતીય જનતા પાર્ટીમાં આણંદ જિલ્લાના મહામંત્રી તરીકે તથા સરદાર પટેલ યુનિવર્સીટી (વીવીનગર) ખાતે ગુજરાત સરકાર નિયુક્ત “સિન્ડિકેટ સદસ્ય” તરીકે નિયુક્તિ થઇ હોય તેમનું સમાજના પ્રમુખ ધર્મેષભાઈ પટેલ,મંત્રી મિતુલભાઈ પટેલ,સમાજના અગ્રણીશ્રી પ્રવીણભાઈ પટેલ(લક્ષ્ય),અંબુકાકા,ઉપપ્રમુખ નીતિનભાઈ,વિરેન્દ્રભાઈ,ભાસ્કરભાઈ સહીત તમામ કારોબારીના સભ્યોએ સ્મૃતિચિન્હ આપી બહુમાન કરવામાં આવ્યું.કાર્યક્રમ નું સંચાલન પ્રિતેશભાઈ (ભાદરણ) એ કર્યું હતું તથા આભારવિધિ બકુલેશભાઈ (સોજીત્રા) દ્વારા કરવામાં આવી હતી.મોટી સંખ્યામાં સમાજના સભાસદશ્રી ઓ વાર્ષિક સભામાં ઉપસ્થિત રહ્યા હતા.
- Jignesh Patel, Anand
Other News : વડતાલ સ્વામિનારાયણ મંદિરમાં શ્રી હરિકૃષ્ણ મહારાજને દરરોજ સવા લાખ તુલસીપત્ર અર્પણ કરાયા