આણંદ : જિલ્લા કોર્ટમાં ચોથા એડિશ્નલ સેશન્સ જજ એસ. એ. નકુમની કોર્ટમાં ચાલી ગયો હતો. જ્યાં સરકારી વકીલ જે.એસ. ગઢવીએ ૧૮ સાક્ષીઓ અને ૪૨ દસ્તાવેજી પુરાવા રજૂ કર્યા હતા. જોકે, મૂળ ફરિયાદી, મૃતકનો ભાઈ તથા પ્રથમ હુમલો થનારો વ્યકિત વૈભવ ઉપરાંત અન્ય બે પંચો, તબીબ સહિત તમામ સાક્ષીઓ હોસ્ટાઈલ થતાં સમગ્ર કેસ પાંગળો થઈ ગયો હતો.
આણંદ જિલ્લા કોર્ટે બંને આરોપીઓને નિર્દોષ છોડી મૂક્યા હતા
મૃતકના ભાઈ દશરથભાઈ ચરણભાઈ રબારીએ કોર્ટમાં આપેલી જુબાનીમાં જણાવ્યું હતું કે, તેઓ ૮ માર્ચ, ૨૦૨૧ના રોજ પોતાના ઘરે હતા. ત્યારે રાત્રે દોઢેક વાગ્યે તેમના મિત્રનો ફોન આવ્યો હતો અને કહ્યું હતું કે, તમારા ભાઈ ભાસ્કર ઉર્ફે વિષ્ણુની ડેડબોડી તેજસનગરની પાછળ યમુનાપાર્ક સોસાયટીની નજીક રોડની સાઈડમાં આવેલા ખુલ્લા પ્લોટમાં પડી છે. સ્થળ પર જતાં ત્યાં લોહીથી લથબથ ભાઈની લાશ પડેલી હોવાનું જોયું હતું. તેમના ભાઈનું મૃત્યુ કેવી રીતે થયું તે તેમને ખબર નથી.
પોલીસમાં તેઓએ કોઈ અજાણ્યા ઈસમો દ્વારા હુમલો કરાયો હોય તેવી હકીકત જણાવી હતી પરંતુ હુમલો કોના દ્વારા કરાયો તે ખબર નથી. સમગ્ર બનાવમાં હુમલાનો ભોગ બનેલા વૈભવ ભૂપેન્દ્ર ગોહેલે કોર્ટમાં જુબાની આપતાં જણાવ્યું હતું કે, ૮ માર્ચ, ૨૦૨૧ના રોજ તેમના મિત્ર મંગાની બહેનના લગ્ન જાગનાથપરામા હતા. ત્યાંથી તેઓ તેમના મિત્ર રાહુલ સાથે રાત્રિના સાડા દસ વાગ્યે ઘરે આવતા હતા. તે વખતે તેજસનગરની પાછળ ઝઘડો ચાલતો હતો. તે કોની વચ્ચે ચાલતો હતો તે તેમને ખબર નથી. તેમનો ભાઈ ઝઘડો જોવા ગયેલો અને પોતે તેની પાછળ ગયા હતા. જ્યાં ટોળું ભેગું થયું હતું. દોડતાં-દોડતાં તેમની પગ કૂંડીમાં આવી જતાં તે પડી ગયેલા અને તેમને જમણી બાજુ કેડ આગળ વાગ્યું હતું. તેમના ભાઈ રાહુલ હોસ્પિટલમાં તેઓને લઈ ગયા હતા. પછી શું થયું તેમને ખબર નથી. ટોળું શેનું હતું અને ઝઘડો શેનો હતો તે જાણવા મળ્યું નહોતું.
Other News : વિવાદિત નિવેદન મામલે આણંદના ડૉ. શૈલેષ શાહ અને પીંકલ ભાટિયા વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ