Anand : ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી ૨૦૨૨ અંતર્ગત આણંદ જિલ્લાની વિધાનસભાની બેઠકો માટે બીજા તબક્કામાં તા. ૫ મી ડિસેમ્બરના રોજ મતદાન થનાર હોઈ આણંદ જિલ્લામાં સમાવિષ્ટ ૭ વિધાનસભાની બેઠકો માટે કુલ મળી ૧૫૪ ઉમેદવારી પત્રો ભરાયા હતા. જેમાંથી ઉમેદવારી પત્રોની ચકાસણી થતા ૩૨ ઉમેદવારી પત્રો રદ થયા હતા. ઉમેદવારી પત્રો પરત ખેંચવાના દિવસો દરમિયાન ત. ૧૯ મી ના રોજ તમામ મતદાર વિભાગના કુલ મળી ૩ ઉમેદવારી પત્રો પરત ખેંચાયા હતા. જ્યારે ઉમેદવારી પત્રો પરત ખેંચવાના અંતિમ દિવસે તા. ૨૧/૧૧/૨૦૨૨ના રોજ જિલ્લાના ૭ મતદાર વિભાગોમાં કુલ મળી ૧૨ ઉમેદવારોએ તેમના ઉમેદવારી પત્રો પરત ખેંચાતા હવે જિલ્લાના ચૂંટણી જંગમાં કુલ મળી ૬૯ ઉમેદવારો રહ્યા છે.
Anand જિલ્લાની સાત વિધાનસભા બેઠકો માટે ખંભાતમાં ૧૧, બોરસદમાં ૦૮, આંકલાવમાં ૦૭, ઉમરેઠમાં ૧૨, આણંદમાં ૧૫, પેટલાદમાં ૦૮ અને સોજીત્રામાં ૦૮ સહિત કુલ ૬૯ ઉમેદવારો ચૂંટણી જંગમાં રહ્યા છે
૧૧૨-આણંદ વિધાનસભા મતવિભાગ
ક્રમ | ઉમેદવારનું નામ | પક્ષનું નામ |
૧ | અલ્પેશકુમાર જયંતીભાઈ મકવાણા (અપ્પુ) | બહુજન સમાજ પાર્ટી |
૨ | કાંતિભાઈ સોઢા પરમાર (ભગત) | ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ |
૩ | યોગેશ આર.પટેલ (બાપજી) | ભારતીય જનતા પાર્ટી |
૪ | અરવિંદકુમાર અમરશીભાઈ ગોલ | રાષ્ટ્રીય હિંદ એકતા દળ |
૫ | મૌલિક વિનુભાઈ શાહ | ભારતીય નેશનલ જનતા દળ |
૬ | ગણપતભાઇ જેસંગભાઈ વાઘરી | લોગ પાર્ટી |
૭ | સેડલીયા ગિરીશકુમાર હિંમતલાલ | આમ આદમી પાર્ટી |
૮ | જાનકીબેન દિનેશભાઈ પટેલ | અપક્ષ |
૯ | તોફીકમીયા ફકરુમીયા મલેક | અપક્ષ |
૧૦ | તોસીફભાઈ મુસ્તુફાભાઈ વ્હોરા (હાફેજી) | અપક્ષ |
૧૧ | જતીનકુમાર દિનેશચંદ્ર દવે | અપક્ષ |
૧૨ | પ્રતિમાબેન શૈલેષભાઈ પરમાર | અપક્ષ |
૧૩ | વિજયભાઈ શાંતિલાલ જાદવ | અપક્ષ |
૧૪ | વિપુલકુમાર બિપીનભાઈ મેકવાન | અપક્ષ |
૧૫ | સર્ફરાજ હુસેનખાન પઠાણ (એસ.કે.) | અપક્ષ |
Other News : આણંદ જિલ્લાના તમામ મતદાર વિભાગમાં કુલ મળી ૧૫ ઉમેદવારોએ તેમના ઉમેદવારી પત્રો પરત ખેંચ્યા