ગાંધીનગર : આજે રાજ્યમાં એક જ દિવસમાં નવા વેરિએન્ટ ઓમિક્રોનના નવા ૯ કેસ નોંધાયા છે, જેમાં સૌથી વધુ અમદાવાદમાં ઓમિક્રોનના પાંચ નવા કેસ નોંધાયા હતા. તે સિવાય મહેસાણા અને આણંદમાં બે-બે કેસ નોંધાયા હતા.
પ્રાપ્ત માહિતી અનુસાર, આણંદમાં વિદેશથી આવેલ નવા ર ઓમિક્રોનના દર્દીઓ સરદાર ગંજ અને કરમસદના હોવાનું જાણવા મળેલ છે.
ગુજરાતમા અત્યાર સુધીમા ઓમિક્રોનના કુલ ૨૩ કેસ નોંધાયા હતા
આ સાથે કોરોનાના પણ કેસો વધી રહ્યા છે, જેમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના નવા ૯૧ કેસ નોંધાયા હતા. તો બીજી તરફ ૪૧ દર્દીઓ રિકવર પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ ૮,૧૮,૦૫૧ દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. તો બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ ૯૮.૭૦ ટકાએ પહોંચ્યો છે. રાજ્યમાં કોરોના સંક્રમણથી આજે બે મોત થયા છે. આજે ૧,૮૨,૩૬૦ લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.
કોરોનાના વેક્સિનના ડોઝમાં છેલ્લા ર૪ કલાકમાં ૪૫ વર્ષથી વધારેની ઉંમરના ૫૧૮૪ લોકોને પ્રથમ અને ૪૨,૯૪૯ નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. ૧૮-૪૫ વર્ષના નાગરિકો પૈકી ૧૮,૯૭૬ નાગરિકોને રસીનો પ્રથમ જ્યારે ૧,૧૪,૭૨૬ નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો.
અત્યાર સુધીમાં કુલ ૮,૭૬,૮૩,૭૬૨ રસીના ડોઝ અપાઇ ચુક્યા છે
Other News : રાજ્યમાં શાળાઓ બંધ નહીં થાય, વાલીઓ પાસેથી પુનઃ સંમતિપત્ર મેળવાશે : શિક્ષણમંત્રી વાઘાણી