Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

આણંદ નગરપાલિકા દ્વારા સ્વચ્છતા હી સેવા અભિયાનના એક મહિના દરમિયાન ૯૫૦ ટન કચરાનો નિકાલ કરવામાં આવ્યો

આણંદ નગરપાલિકા

આણંદ : સ્વચ્છ ભારત મિશન અન્વયે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ આપેલા સ્વચ્છતા હી સેવા સૂત્રને અપનાવીને સમગ્ર દેશમાં વિવિધ સ્વચ્છતાલક્ષી કામગીરી કરવામાં આવી રહી છે. ત્યારે તા. ૧૫ મી સપ્ટેમ્બર,૨૦૨૩ થી તા. ૧૫ મી ઓક્ટોબર, ૨૦૨૩ સુધી સમગ્ર રાજ્યમાં ઉજવાયેલા સ્વચ્છતા પખવાડીયામાં આણંદ જિલ્લામાં સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરી વિવિધ કામગીરી કરવામાં આવી છે.

આણંદ નગરપાલિકાની ટીમ દ્વારા નગરપાલિકા હદ વિસ્તારમાં આવતાં તમામ વોર્ડમાં સાફ-સફાઇનું કામ કરવાની સાથે શહેરના વધુ અવર-જવરવાળા વિસ્તારોમાં ખાસ સફાઇ ઝુંબેશ હાથ કામગીરી કરવામાં આવી છે

ઉલ્લેખનીય છે  કે આણંદ નગરપાલિકા દ્વારા હાથ ધરાયેલ સ્વચ્છતા ઝુંબેશમાં બસ સ્ટેશન, રેલ્વે સ્ટેશન, મહાપુરૂષોની પ્રતિમાઓ, શહેરના મુખ્ય પ્રવેશ દ્વારો અને મુખ્ય પ્રવેશ માર્ગો વગેરે સ્થળો પર કરવામાં આવેલી સફાઇ કામગીરી દરમિયાન કુલ ૯૫૦ ટન કચરાનો નિકાલ કરવામાં આવ્યો હતો.

નોંધનીય છે કે આણંદ નગરપાલિકા દ્વારા કરવામાં આવેલ સ્વચ્છતાલક્ષી કામગીરીમાં નગરપાલિકાના પદાધિકારીઓ, અધિકારીઓ, સીટુસી એનજીઓ, સફાઇ કામદારો સહિત શહેરીજનો પણ ઉત્સાહપૂર્વક સહભાગી બન્યાં હતાં.

Other News : આણંદ જિલ્લા ભાજપ કાર્યાલય “શ્રી કમલમ” નાવલી ખાતે સરદાર સાહેબની પ્રતિમાનું અનાવરણ

Related posts

કોરોનાનો રેપીડ એન્ટીજન ટેસ્ટ કરાવો અને ઝડપથી નિદાન મેળવો : જિલ્લા કલેકટર આર.જી.ગોહિલ

Charotar Sandesh

200 વર્ષના અવસરે વડતાલના મંદિરમાં વિરાજિત દેવોના 8 kgથી વધુ સોનાનાં કાપડમાંથી બનેલા હીરાજડિત વાઘા પહેરાવાયા

Charotar Sandesh

હોળી પર્વ નિમિત્તે નાવલી કન્યા શાળા રિસોર્સ રૂમ ખાતે દિવ્યાંગ રંગોત્સવ ઉજવણી કરવામાં આવી

Charotar Sandesh