નવાબી નગર ખંભાતમાં એક જ પરિવારના ૩ સભ્યોને કોરોના પોઝીટીવ…
આણંદ : આણંદ જિલ્લામાં લોકલ ટ્રાન્સમીશનથી કોરોના પોઝિટિવ કેસોમાં વધારો થઇ રહ્યો હતો, ત્યારે આણંદ જિલ્લામાં કોરોનાની કુલ સંખ્યા ૮ થવા પામી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, આણંદ જિલ્લાના નવાબી નગર ખંભાતમાં એક જ પરિવારના ૩ સભ્યોને કોરોના પોઝીટીવ ખંભાત અલિંગ ચાર રસ્તા મોતીવાલા ખડકીમાં રહેતા પટવા પરિવાર માતા, પિતા (મોતિલાલ પટવર, ઉ.વ. ૬૨) અને પુત્રને કોરોના પોઝીટીવ સારવારઅર્થે આણંદ સિવિલમાં ખસેડાયા છે.
નોંધનીય છે કે, રાજ્યમાં છેલ્લા પાંચેક દિવસથી ગુજરાતમાં લોકલ ટ્રાન્સમીશનથી કોરોના પોઝિટિવ કેસોમાં વધારો થઇ રહ્યો હતો. જેથી સરકાર દ્વારા તમામ જિલ્લાઓના વહીવટીતંત્રને અદ્યતન સુવિધા ધરાવતી હોસ્પિટલ કોરોના માટે અનામત રાખવા સહિતના પગલા ભરવા સૂચના આપી હતી. પોઝીટીવ કેસો સામે આવતાં જિલ્લાનું વહીવટી અને આરોગ્ય તંત્ર હરકતમાં આવી ગયું હતું અને જણાવાયું છે કે, ગભરાવાની જરૂર નથી, પણ સાવચેત રહેેવાની જરૂર છે.