મુંબઈ : કોરોના વાયરસ મહામારી દુનિયાભર માટે સૌથી મોટો પડકાર બની ગયો છે. મહામારીના કારણે લોકડાઉન થયેલી સિંગર નેહા કક્કડ આ સમયે તેના પરિવારની સાથે ઋષિકેશમાં સમય પસાર કરી રહી છે. કોરોના સંક્રમણના સમાચાર અને અફવાહ તેના અને તેના પરિવારને પરેશાન કરી રહી છે. કોરોના કાળમુખા સમયમાં નેહા કક્કડને ફેક ફોરવર્ડ મેસેજની સૌથી વધારે ચિંતા છે. આ મેસેજ લોકોને ખોટી રીતે ગેરમાર્ગે દોરી રહ્યાં છે. નેહા કહે છે કે, મારા માતા પિતા સીનિયર સિટીઝન છે. જ્યારે તેઓ આ અફવાઓ સાંભળે છે, તો ગભરાઈ જાય છે. જે કાંઈ પણ ફોરવર્ડ મેસેજ અમને વ્હોટ્સએપ પર મળે છે તે હમેશા સત્ય નથી હતા.
જોકે લોકડાઉન વચ્ચે પણ નેહાને બહારના ખાવાની યાદ આવે છે. પણ તો બીજી તરફ તેનું કહેવુ છે કે, ઈન્ડસ્ટ્રી બંધ થઈ રહી છે, જેનાથી દુનિયાભરમાં વાયુ પ્રદુષણમાં ઘટાડો આવ્યો છે. પાણી સ્વચ્છ થઈ ગયંસ છે. મને આશા છે કે, મહામારી દુર થયા બાદ આપણે પર્યાવરણ પ્રત્યે વધારે જાગૃત થઈશું.
નેહાએ કહ્યું હતું કે, લોકડાઉન લોકોના માનસિક સ્વાસ્થ્ય પર અસર કરે છે તે એક હકીકત છે. પણ જો માણસ કંઈક કરવાનું વિચારે છે તો તે જરૂર કરી શકે છે. આ બધું માત્ર આપણા દિમાગમાં હોય છે. જો તમે ડરો છો, તો તમે ક્લસ્ટ્રોફોબિક અનુભવ કરશો.