Charotar Sandesh
બોલિવૂડ

કોરોના સંકટઃ લોકડાઉનમાં કેટરિના ઘેર બેઠાં કરી રહી છે ફિલ્મો સાઇન

મુંબઈ : કેટરિના કૈફ અત્યારે તેના આગામી પ્રોજેક્ટ્‌સ પર ધ્યાન આપી રહી છે અને તેના પર હોમવર્ક કરવું શરૂ કરી દીધું છે. તેમાંથી તેના એક પ્રોજેક્ટનું નામ છે ‘ટેલિફોન ભૂત’, જેનું ફરહાન અખ્તરની કંપની નિર્માણ કરી રહી છે.
કહેવાય છે કે ફિલ્મમાં કેટરિના સાથે વિકી કૌશલ ફાઇનલ થયો છે. ખાસ વાત એ છે કે અત્યારે લૉકડાઉનના કારણે કેટરિના ઘરમાં રસોઇ બનાવવી, ઝાડુ-પોચા કરવા અને વાસણ ઘસવા સાથે સાથે તેની ફિલ્મોનું કામ પણ કરી રહી છે. લૉકડાઉન પછી કેટરિના રોહિત શેટ્ટીની અક્ષય કુમાર સાથેની ‘સૂર્યવંશી’ ફિલ્મમાં જોવા મળશે. ‘સૂર્યવંશી’માં કેટરિના કૈફ અને અક્ષય કુમાર ૧૦ વર્ષ પછી સાથે કામ કરી રહ્યા છે. આ ઉપરાંત કેટ તેના આગામી પ્રોજેક્ટ્‌સ બહુ સમજી-વિચારીને પસંદ કરવા માગે છે.

Related posts

જ્હાન અબ્રાહમએ ‘સરફરોશ’ની સિક્વલ છોડી દીધી..!!

Charotar Sandesh

પોર્નોગ્રાફી કેસ : રાજ કુંદ્રાની જામીનનો મુંબઈ પોલીસે વિરોધ કર્યો

Charotar Sandesh

કપિલને પ્રિયંકાની ઑફર, ૨ કરોડનો ચેક કે ૬ હૉટ છોકરી સાથે માલદીવનું પેકેજ…

Charotar Sandesh