Charotar Sandesh
બોલિવૂડ

પોર્નોગ્રાફી કેસ : રાજ કુંદ્રાની જામીનનો મુંબઈ પોલીસે વિરોધ કર્યો

રાજ કુન્દ્રાને જામીન

મુંબઈ : પોર્નોગ્રાફી કેસને લઇને શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુંદ્રાની ધરપકડ થયા બાદ સતત ચર્ચામાં છે. રાજ કુંદ્રા મામલે રોજ નવા નવા ખુલાસાઓ સામે આવી રહ્યા છે. તો આ બાજુ શિલ્પા શેટ્ટી સતત પોતાનો પક્ષ રાખી રહી છે. અભિનેત્રીને આ વિવાદ થતાની સાથે જ મોટો ધક્કો લાગ્યો છે તેની ઇમેજ ખરડાઇ ગઇ છે. શિલ્પાના હાથમાંથી મોટા પ્રોજેક્ટ સરી રહ્યા છે.

રાજ કુન્દ્રાએ કોર્ટમાં જામીન માટે અરજી કરી છે

આ મામલે રાજની જામીન અરજી ફગાવી દેવામાં આવી છે. કોર્ટમાં આ અરજીની સુનાવણી દરમિયાન મુંબઈ પોલીસ સતત વિરોધ કરી રહી છે. મુંબઈ પોલીસનું કહેવું છે કે એક ડર છે કે જો રાજ કુન્દ્રાને જામીન મળે તો તે નીરવ મોદી અને મેહુલ ચોક્સીની જેમ રફ્ફુચક્કર થઇ જશે.

રાજ કુન્દ્રા મુંબઈ પોલીસ પોર્નોગ્રાફી રેકેટમાં માસ્ટરમાઈન્ડ હોવાનુ પોલીસ માની રહી છે આ સાથે, તેની વોટ્‌સએપ ચેટમાંથી ખુલાસાઓમાં પણ જાણવા મળ્યું છે કે આ પોર્નોગ્રાફી રેકેટના તારને વિદેશી દેશો સાથે જોડી શકાય છે. આ તમામ હકીકતો બાદ પોલીસનું કહેવું છે કે કોર્ટે રાજ કુન્દ્રાને જામીન ન આપવા જોઇએ કારણ કે તેની પાસે યુકેની નાગરિકતા છે અને જામીન મળતા જ તે વિદેશ ભાગી શકે છે.

Related News : રાજ કુન્દ્રાની જામીન અરજી ફરી એકવાર કોર્ટ ફગાવી દીધી, ૨૦ ઓગસ્ટ સુધી જેલમાં રહેવુ પડશે

Related posts

‘એવેન્જર્સ એન્ડગેમ’એ બે અબજ ડાલર્સની કમાણી કરી

Charotar Sandesh

ફિલ્મ ખાલી પીલીમાં હું એક મુંબઇની યુવતીનું પાત્ર ભજવી રહી છું : અનન્યા પાંડે

Charotar Sandesh

તેલુગુ સુપરસ્ટારે જન્મદિન પર ૫ રાજ્યોમાં ફ્રીમાં આઇસ્ક્રીમ ખવડાવ્યો

Charotar Sandesh