Charotar Sandesh
ગુજરાત

કોરોના સંકટમાં ગુજરાતમાં મંત્રીઓ, ધારાસભ્યોના પગારમાં ૩૦% ધરખમ ઘટાડો…

એક વર્ષ સુધી રહેશે અમલ…

ગુજરાતના ધારાસભ્યો, મંત્રીઓ, વિધાનસભા અધ્યક્ષ અને વિરોધપક્ષના નેતાને થશે અસર…

ગાંધીનગર : કોરોનાના કહેરને કારણે ગુજરાત સહિત સમગ્ર દેશમાં આગામી ૧૭મી મે સુધી લોકડાઉન જાહેર કરી દેવામાં આવ્યું છે. ગુજરાતમાં લોકડાઉનને કારણે ધંધા-રોજગાર પડી ભાંગ્યા છે, જેને કારણે લોકોને આર્થિક ભીંસ પડી રહી છે. સામાન્ય લોકો જ નહીં, લોકડાઉનને સરકારને પણ આવકમાં મોટો ફટકો પડ્યો છે. ત્યારે ગુજરાત સરકારે ધારાસભ્યો, મંત્રીઓ, વિધાનસભા અધ્યક્ષ અને વિરોધપક્ષના નેતાના પગારમાં ૩૦ ટકાનો કાપ મુકી દીધો છે. આ અંગે ગુજરાત સરકાર દ્વારા વટહુકમ બહાર પાડવામાં આવ્યો છે. ગુજરાત સરકારના વૈધાનિક અને સંસદીય બાબતોના વિભાગ દ્વારા ૮મી એપ્રિલ ૨૦૨૦ના ગુજરાત રાજપત્ર(અસાધારણ)માં અંગ્રેજીમાં પ્રસિદ્ધ થયેલા સન ૨૦૨૦ના ગુજરાત વટહુકમ ક્રમાંકઃ ૧નો ગુજરાતી અનુવાદ લોકોની જાણ માટે પ્રસિદ્ધ કરાયો છે. ગુજરાત વિધાનસભાના સભ્યો, અધ્યક્ષ અને ઉપાધ્યક્ષના અને મંત્રીઓ તથા વિરોધપક્ષના નેતાઓના પગાર અને બથ્થાંને લગતા કાયદા વધુ સુધારવા બાબતનો વટહુકમ છે.

આ વટહુકમમાં જણાવાયું છે કે, ગુજરાત રાજ્યની વિધાનસભાનું સત્ર ચાલુ નથી અને ગુજરાતના રાજ્યપાલને એવી ખાતરી થઈ છે કે ગુજરાત વિધાનસભાના સભ્યો, અધ્યક્ષ અને ઉપાધ્યક્ષના અને મંત્રીઓ તથા વિરોધપક્ષના નેતાના પગાર અને ભથ્થાને લગતા કાયદા સુધારવા માટે તાત્કાલિક પગલું લેવાનું તેમને માટે જરૂરી બનાવે તેવા સંજોગો પ્રવર્તે છે. તેથી હવે ભારતના સંવિધાનના અનુચ્છેદ ૨૧૩ના ખંડ(૧)થી તેમને મળેલી સત્તાની રૂએ, ગુજરાતના રાજ્યપાલ આથી આ વટહુકમલ પ્રસિદ્ધ કરે છે. આ વટહુકમનો અમલ પહેલી એપ્રીલ ૨૦૨૦થી શરૂ થઈ ગયો છે. તેમજ આ વટહુકમ આગામી એક વર્ષ સુધી અમલમાં રહેશે. જે પ્રમાણે દરેક સભ્યને મહિના દીઠ ૩૦ ટકા ઓછો મૂળ પગાર ચકવવામાં આવશે.

સમગ્ર વિશ્વ કોવિડ-૧૯ તરીકે ઓળખાતા કોરોનાવાઈરસના પ્રકોપ સામે ઝઝૂમી રહ્યું છે, જેનાથી સમગ્ર વિશ્વમાં હજારો લોકોએ જીવ ગુમાવ્યો છે અને લાખો માણસોને તેનો ચેપ લાગ્યો છે અને ભારત પણ તેમાં અપવાદરૂપ નથી. ગુજરાત રાજ્ય પણ કોવિડ-૧૯ ની કટોકટીભરી પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યું છે અને કોઈપણ વ્યક્તિ ચોક્કસપણે કહી શકે તેમ નથી કે કેટલા લાાંબા સમય સુધી તે પરિસ્થિત ચાલુ રહેશે. રાજ્ય સરકાર મહત્તમ પ્રયત્નો કરી રહી છે અને કોરોના વાઈરસનો સામનો કરવા માટે, તમેણે પોતાના તમામ સાધનો પણ કામે લગાડી દીધા છે.

Related posts

રૂપાણીએ ઉઝબેકિસ્તાન રાષ્ટ્રપ્રમુખ સાથે પરસ્પર વેપાર-ઊદ્યોગ નિવેશ અંગે બેઠક યોજી…

Charotar Sandesh

કોરોના સંક્રમણ ઘટતા સોમવારથી ખાનગી અને સરકારી ઓફિસો ૧૦૦ ટકા સ્ટાફ સાથે કામ કરશે…

Charotar Sandesh

તલાટીની પરીક્ષાની સંભવિત તારીખમાં ફેરફાર : આ તારીખે યોજાઈ તેવી શક્યતા

Charotar Sandesh