આણંદ : આણંદ જિલ્લા સહિત દરેક જિલ્લામાં રાજ્ય સરકાર દ્વારા લોકડાઉન ૪.૦માં થોડી ઘણી છૂટછાટ આપવામાં આવી છે, આ સાથે કોરોનાગ્રસ્ત વિસ્તાર રેડ ઝોનમાં પણ થોડી સમયમર્યાદા હેઠળ રાહત અપાઈ છે.
ત્યારે આજે રેડ ઝોન ખંભાતમાં વધુ બે કોરોના પોઝીટીવ રિપોર્ટ નોંધાયા છે. જેમાં રહેમતનગર કંસારી તેમજ ઝંડા ચોક, યુકો બેંક પાસે, ખંભાતમાં એક-એક કેસો નોંધાવા પામેલ છે. દરમ્યાન બંને દર્દીઓને સારવારઅર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ સાથે આણંદ જિલ્લામાં કુલ સંખ્યા ૮૯ થવા પામી છે. જેમાં કુલ ૪ દર્દીઓ સારવાર હેઠળ છે.