Charotar Sandesh
ચરોતર શૈક્ષણિક સમાચાર

આણંદ જિલ્લામાં ધો.૧૦-૧૨ની બોર્ડની પરીક્ષાનો પ્રારંભ : જિલ્લા કલેકટરએ વિદ્યાર્થીઓને પ્રવેશ કરાવ્યો

કલેકટર શ્રી મનોજ દક્ષિણી

કલેકટર શ્રી મનોજ દક્ષિણીએ વિદ્યાર્થીઓને ગુલાબના ફૂલથી સ્વાગત કરી મોં મીઠું કરાવી પરીક્ષા ખંડમાં પ્રવેશ કરાવ્યો

કલેકટર શ્રી મનોજ દક્ષિણી દિવ્યાંગ વિદ્યાર્થીને દોરીને વર્ગખંડ સુધી લઇ ગયા

આણંદ : તા.૨૮મીના રોજ આજે પ્રથમ દિવસે ધો.૧૦ની ગુજરાતી વિષયની પરીક્ષાના પ્રારંભે જિલ્લા કલેકટર શ્રી મનોજ દક્ષિણીએ આણંદ ખાતેની ડી. એન. હાઇસ્કૂલ ખાતે ખાસ ઉપસ્થિત રહીને વિદ્યાર્થીઓને ગુલાબનું ફૂલ આપી તેઓનું સ્વાગત કરી મોં મીઠું કરાવીને પરીક્ષા ખંડમાં પ્રવેશ કરાવીને તમામ વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવી હતી.

જિલ્લાના તમામ પરીક્ષા કેન્દ્રોના બિલ્ડીંગોના તમામ વર્ગખંડોમાં CCTV કેમેરાથી સજજ કરવામાં આવ્યા છે. જેથી ગેરરીતિને કોઇ અવકાશ ન રહે અને વિદ્યાર્થીઓ શાંતચિત્તે પરીક્ષા આપી શકે.

પરીક્ષા આપવા આવી રહેલ એક દિવ્યાંગ વિદ્યાર્થીને જોઇને કલેકટર શ્રી દક્ષિણી તે વિદ્યાર્થીનો હાથ પકડી વિદ્યાર્થીને તેના વર્ગખંડ સુધી દોરી ગયા હતા. ત્યારબાદ પરીક્ષા શરૂ થવાના સમય પહેલાં દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટેના વર્ગખંડમા પરીક્ષા આપવા આવેલ વિદ્યાર્થીઓ સાથે તેમની પાટલી પર બેસીને તેઓની સાથે વાર્તાલાપ કરી પરીક્ષાની શુભેચ્છાઓ પાઠવી વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધાર્યો હતો.

Other News : સાંસદ મિતેશભાઈ પટેલની રજુઆત બાદ આણંદ-ખંભાત વચ્ચે મેમુના રૂટ વધારાયા

Related posts

રાયફલ શુટિંગમાં દેશનું નામ રોશન કરનાર આણંદની લજ્જા ગોસ્વામીને ધોરણ-૧૧ના પાઠ્યપુસ્તકમાં સ્થાન…

Charotar Sandesh

ર૩મીએ મતગણતરી : આણંદના વિવિધ માર્ગો પર પ્રવેશબંધી

Charotar Sandesh

ખંભાત ખાતે વિશ્વ દિવ્‍યાંગ દિનની કરવામાં આવેલ ઉજવણી…

Charotar Sandesh