સુરત : રાજ્ય સરકારે લોકડાઉન ૪.૦માં છૂટછાટ આપી છે. ત્યારે સુરત શહેરમાં પણ ઉદ્યોગો શરૂ થયા છે, ત્યારે સુરતમાં કોરોનાના વધી રહેલા કેસ વચ્ચે નોન કન્ટેઈન્મેનટ વિસ્તારમાં હીરાના કારખાના શરૂ થયા. શહેરના વરાછા વિસ્તારમાં એકે રોડ પર હીરાના કારખના ધમધમ્યા. હીરાના કારખાનામાં ૩૦ ટકા સાથે શરૂ કરવામાં આવ્યા તો હીરાના કારખાનામાં સોશિયલ ડિસ્ટન્સનું પાલન અને તમામ કારિગરનું ટેમરેચ માપવામાં આવે છે.
જે બાદ કારીગરોને કારખાનામાં પ્રવેશ આપવામાં આવે છે. મહત્વપૂર્ણ છે કે, સુરતમાં આશરે ૫ હજાર જેટલા નાના-મોટા હીરાના કારખાના આવેલા છે. ત્યારે લોકડાઉન વચ્ચે હીરાના કારખાના શરૂ થતાં કારખાનાના માલિક અને રત્ન કલાકારોએ રાહત અનુભવી છે.