Charotar Sandesh
મધ્ય ગુજરાત

લોકડાઉનમાં માત્ર વડોદરાથી જ ૧.૧૬ લાખ પરપ્રાંતીયો પોતાના વતન ગયા…

વડોદરા : લોકડાઉન દરમિયાન વડોદરા શહેર તેમજ જિલ્લો તેમજ આજુબાજુમાં ફસાઇ ગયેલા પરપ્રાંતીયોને તંત્રની મદદથી તેમના વતનમાં મોકલવામાં આવ્યા છે. વિશેષ ટ્રેનો અને અન્ય વાહનો દ્વારા ૧.૧૬ લાખ પ્રવાસીઓએ પોતાના વતનમાં હિજરત કરી છે. પરપ્રાંતીયોને તેમના વતનમાં મોકલવાની શરૃઆત તા.૪થી મેના રોજ પ્રથમ શ્રમિક વિશેષ ટ્રેનની વડોદરાથી લખનૌ માટે રવાનગીથી થઈ હતી. ત્યાર બાદ ૪૦ જેટલી વિશેષ ટ્રેનો ૬ રાજ્યો અને ઉત્તર પૂર્વના પ્રદેશો માટે દોડાવીને અત્યાર સુધીમાં ૫૪૭૩૯ લોકોને તેમના ઘેર મોકલવામાં આવ્યા હતાં.

ટ્રેનો તેમજ પરિવહનની અન્ય વ્યવસ્થાઓ હેઠળ કુલ૧૧૪૩૯૬ અન્ય રાજ્યોના લોકોને તેમના વતન પાછા જિલ્લા કલેક્ટર કચેરી દ્વારા મોકલવામાં આવ્યા છે. ગઇ રાત્રે પશ્ચિમ બંગાળ માટે પ્રથમ ટ્રેન વડોદરાથી રવાના કરાયા બાદ આજે રાત્રે વધુ એક ટ્રેન પશ્ચિમ બંગાળ માટે મોકલવામાં આવશે જેમાં ૧૬૧૫ જેટલા વધુ પ્રવાસીઓ રવાના થશે.નોડલ અધિકારી આર.પી.જોશીએ જણાવ્યું કે વડોદરાથી યુપી માટેની ૨૯ ટ્રેનોમાં ૩૯૭૯૩, બિહાર માટેની ૭ ટ્રેનોમાં ૯૮૨૧, ઉત્તર પૂર્વની એક ટ્રેનમાં ૯૨૩, ઝારખંડની ૧ ટ્રેનમાં ૧૧૫૪, ઓરિસ્સાની ૧ ટ્રેનમાં ૧૨૯૩ અને ગઇકાલે રાત્રે પશ્ચિમ બંગાળ માટેની એક ટ્રેનમાં ૧૭૪૬ પ્રવાસીઓને વતન મોકલવામાં આવ્યાં છે.
આ ઉપરાંત અમદાવાદ અને ભરૃચ થી ઉપડેલી અને અન્ય વડોદરાથી પસાર થયેલી ટ્રેનોમાં આસામ, આંધ્ર, તેલંગાણા, કેરલ, જમ્મુ અને કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તર પૂર્વના રાજ્યો ,તમિલનાડુ અને બિહારના ૬૧૪ જેટલાં લોકોને બેસાડવા સંકલન કરાયુ હતું. વડોદરાથી બસો દ્વારા ૨૦૩૯૯૬ અને અંગત વાહનો દ્વારા ૩૮૬૪૪૭ લોકોએ ઇ-પરવાનગી મેળવી ઘરવાપસી કરી હતી. શરૃઆતમાં આશ્રય સ્થાનોમાં રહેતા મધ્ય પ્રદેશ અને રાજસ્થાનના શ્રમિકોને બસો દ્વારા જે તે રાજ્યોના એન્ટ્રી પોઇન્ટ સુધી પહોંચાડાયા હતાં.

Related posts

રાજ્યમાં ડાકોર, દ્વારકા અને શામળાજીમાં જન્માષ્ટમીની ધૂમ : દર્શન કરવા ઉમટી પડ્યા ભક્તો

Charotar Sandesh

વડોદરા : દિવ્યાંગ મહિલા ક્રિકેટરોને પ્રોત્સાહન આપવા ભગીરથ પ્રયાસ…

Charotar Sandesh

વડોદરામાં હિટ એન્ડ રન કેસ : ખુલ્લી જીપમાં રોફ જમાવતા નબીરાએ માસૂમ બાળકને કચડી નાંખ્યો…

Charotar Sandesh