Charotar Sandesh
ગુજરાત ચરોતર મધ્ય ગુજરાત સ્થાનિક સમાચાર

રાજ્યમાં ડાકોર, દ્વારકા અને શામળાજીમાં જન્માષ્ટમીની ધૂમ : દર્શન કરવા ઉમટી પડ્યા ભક્તો

ડાકોર જન્માષ્ટમીની ઉજવણી

ડાકોર બન્યું કૃષ્ણમય, નંદ ઘેર આનંદ ભયો જય કનૈયાલાલ લાલ કી

જન્માષ્ટમીની ઉજવણી કરવા દ્વારકામાં ભક્તો ઉમટ્યા, કોરોનાને ધ્યાનમાં રાખી કરવામાં આવી ખાસ વ્યવસ્થા

ડાકોર : આજે રાજ્યભરમાં જન્માષ્ટમીની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે. સવારથી મંદિરોમાં ભક્તો દર્શન કરવા પહોંચી ગયા છે. દ્વારકાના દ્વારકાધીશ મંદિર, શામળાજી અને ડાકોરમાં આજે અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અહીં કોરોના નિયમના પાલન કરવાની સાથે ભક્તો દર્શન કરી રહ્યાં છે.

આજે જન્માષ્ટમીની પારંપરિક ઉજવણી કરાઈ છે. ત્યારે યાત્રાધામ ડાકોરમાં જન્માષ્ટમીના પાવન પર્વે બપોર બાદ દર્શન ખુલતાં હજારો ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું છે. બપોર બાદ દર્શન ખુલતાં હજારો લોકો અમદાવાદ, વડોદરા સૌરાષ્ટ્ર સહિતના ભક્તો આજે જન્માષ્ટમીના અવસરે ડાકોર પહોંચ્યા હતા. મંદિર પરિસરને આબેહૂબ આસોપાલવના તોરણો તેમજ રંગબેરંગી રોશનીથી શણગારમાં આવ્યું હતુ.

ડાકોરના ભક્ત બોડાણાની ભક્તિથી પ્રસન્ન થઈ દ્વારિકાનો નાથ ડાકોર ખાતે પધાર્યા હતા

આજે જન્માષ્ટમી પાવન પર્વની હર્ષોઉલ્લાસથી ઉજવણી કરાઈ રહી છે. ભગવાનને અવનવા આભૂષણોથી સજ્જ કરાયા છે. આજે બરોબર ૧૨ના ટકોરે જન્મોત્સવના વધામણાં કરાશે. આ પહેલા ભજનોની રમઝટ સહિત નંદ ઘેર આનંદ ભયો જય કનૈયાલાલ લાલ કીના નાદ સાથે વાતાવરણ ચારેય કોરથી ગૂંજી ઉઠશે. આજે રણછોડજી સોનાના શંખ, ચક્ર અને પદ્મથી બિરાજીત કરાયા છે.

જે ભક્તો આજે દ્વારકા પહોંચીને દર્શન કરી શકે તેમ નથી, તેના માટે ઓનલાઇન દર્શનની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. તમે દ્વારકાધીશ મંદિરની વેબસાઇટ પર ભગવાનના ઓનલાઇન દર્શન ઘરે બેઠા કરી શકો છો. મહત્વનું છે કે પાછલા વર્ષે કોરોનાને કારણે મંદિર બંધ રહેતા ઓનલાઇન દર્શનની વ્યવસ્થા કરવામાં આવી હતી.

Other News : આગામી તહેવારોને અનુલક્ષીને જાહેર કરવામાં આવેલ માર્ગદર્શિકા : નાગરિકોને પાલન કરવા અનુરોધ

Related posts

ગુજરાતમાં બીજી લહેર ઠંડી પડી : આજે ૯૦૦૦ લોકો કોરોનામુક્ત થયા : નવા પ૨૪૬ કેસ…

Charotar Sandesh

દારૂની પરમિટ રિન્યૂ કરવા 10 હજારની લાંચ લેતા સિવિલ સર્જન એસીબીની ટ્રેપમાં સપડાયા

Charotar Sandesh

વડોદરામાં એડિશનલ કલેક્ટરનું ભેદી મોત, ડ્રાઈવરે કહ્યું- સાહેબ પર બહુ ટોર્ચર હતું…

Charotar Sandesh