Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

આણંદ જિલ્લામાં એક કેસ નોધાયો : હાલ બે દર્દીઓ સારવાર હેઠળ : કુલ સંક્રમિત દર્દીઓની સંખ્યા ૯૯…

કોરોના સંક્રમણને કારણે ૧૦ દર્દીઓ તેમજ ત્રણ નોન કોવીડ દર્દી મળીને કુલ ૧૩ દર્દીઓના મૃત્યુ…

જિલ્લામાં અત્યાર સુધીમાં ૨૪૬૧ વ્યક્તિઓના કોરોના (C O V ID-19)ના રીપોર્ટ નેગેટીવ આવ્યા…

આણંદ : આજે આણંદ જિલ્લાના ખંભાત તાલુકામાં રાવડીયાવાડ પીઠ બજાર ખાતે ૪૨ વર્ષના પુરુષનો કોરોનાનો પોઝીટીવ કેસ નોંધાયેલ છે. આણંદ જિલ્‍લામાં અત્યાર સુધીમાં કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા ૯૯ છે.

જે પૈકી ખંભાત ઝંડા ચોક ખાતે રહેતા ૫૬ વર્ષના સ્ત્રી દર્દી કોરોના મુક્ત થતા આણંદ જિલ્લામાં કોરોના મુક્ત વ્યક્તિઓની સંખ્યા ૮૪ થઇ છે. જ્યારે જિલ્લામાં કોરોના સંક્રમણને કારણે ૧૦ દર્દીઓ તેમજ ૩ નોન કોવીડ દર્દી મળીને કુલ ૧૩ દર્દીઓના મૃત્યુ નોંધાયા છે.અને હાલ બે કોરોના પોઝેટીવ દર્દીઓ સારવાર હેઠળ છે.

જિલ્લામાં અત્યારસુધીમાં સીઝનલફલુ / કોરોનાના ૨૪૬૧ દર્દીઓના રીપોર્ટ નેગેટીવ આવ્યા હોવાનું અને કુલ કોવીડ-૧૯ના ૨૫૬૦ સેમ્પલ તપાસ્યા હોવાનું જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારી ડૉ. એમ.ટી. છારીએ જણાવ્યું છે.

જિલ્લામાં કોવીડ-૧૯ અંતર્ગત કુલ બે દર્દીઓ સારવાર લઇ રહ્યા છે તે પૈકી બે દર્દીઓને કાર્ડીયાક કેર સેન્ટર ખંભાત ખાતે  રાખવામાં આવેલ છે. જેઓ હાલ બંન્ને દર્દીઓ O2 ઉપર સારવાર હેઠળ છે.

Related posts

રાહત : આણંદ જિલ્લામાં બે દિવસ દરમ્યાન એકપણ કેસ નથી નોંધાયો…

Charotar Sandesh

સૌથી મોટું કૌભાંડ : આણંદ-વડોદરામાં રેમડેસિવિર ઈન્જેક્શનના કાળાબજારી કરતા પ ઈસમો ઝડપાયા…

Charotar Sandesh

આણંદ જિલ્લામાં “હું પણ કોરોના વોરિયર્સ” અભિયાન શરૂ થયું…

Charotar Sandesh