Charotar Sandesh
ઉત્તર ગુજરાત ગુજરાત

લુણાવાડાના ધારાસભ્ય જીગ્નેશભાઈ સેવકને સ્ટાર-૨૦૨૦ સર્ટીફીકેટ આપી સન્માનિત કરાયા…

૧૦૮ ના હુલામણા નામથી ઓળખાતા લુણાવાડાના ધારાસભ્ય જીગ્નેશભાઈ સેવકને લંડનની સંસ્થા વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ દ્વારા સ્ટાર ૨૦૨૦ સર્ટીફીકેટ એનાયત…

લુણાવાડા : કોરોના એ જ્યારે સમગ્ર વિશ્વમાં આતંક મચાવ્યો છે, ત્યારે આ સમયમાં કેટલાક નેતાઓ અને સમાજસેવકો દેવદૂત બનીને જનતાને સેવા કરવામાં ક્યારેય પાછી પાની કરતા નથી. આવા જ જનતાના સેવક અને લુણાવાડાના ધારાસભ્ય જીગ્નેશભાઈ સેવક ને વૈશ્વિક મહામારી કોરોનામાં કરેલ અભૂતપૂર્વ કામગીરી બદલ લંડન સ્થિત વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ દ્વારા સ્ટાર ર૦ર૦ સર્ટિફીકેટ એનાયત કરીને તેમની કામગીરીને ધન્યવાદ આપ્યા હતા.

ઉલ્લેખનીય છે કે, સંસ્થા એ સ્ટાર ર૦ર૦ સર્ટિફીકેટ સમગ્ર દેશમાં જેને અમૂલ્ય કામગીરી કરેલ હોય તેવા સન્માનિત વિભૂતિઓને આપીને સંસ્થા તેમનું અભિવાદન કરે છે. સંસ્થા એ સ્ટાર ર૦ર૦ સર્ટિફીકેટ ભારતમાં અમિતાભ બચ્ચન, રતન ટાટા, આદિ ગોદરેજ, નીતિન ગડકરી, અક્ષય કુમાર સહિત દેશના નામી હસ્તીઓને આ સર્ટિફીકેટથી સન્માનિત કરેલ છે ત્યારે લુણાવાડાના ધારાસભ્ય જીગ્નેશ સેવકને પણ આ વિભૂતિઓ સાથે સન્માનિત થયા છે. સ્ટાર ર૦ર૦ સર્ટિફિકેટ બદલ લંડનના સાંસદ વિરેન્દ્ર શર્મા, સંસ્થાના ભારતના અધ્યક્ષ સંતોષ શુક્લ અને ડિરેક્ટર અને ગુજરાતના અધ્યક્ષ અશ્વિનભાઈ ત્રિવેદીએ જીગ્નેશભાઈ સેવકને અભિનંદન પાઠવ્યા હતા.

  • પિન્કેશ પટેલ : “કર્મશીલ ગુજરાત” – નવામુવાડા, લુણાવાડા, મહીસાગર

Related posts

દિવાળી પહેલા પતાવી લેજો કામકાજ : 10 બેંકોના વિલયના વિરોધમાં 22 ઓક્ટોબરે હડતાળનું એલાન…

Charotar Sandesh

રાજ્યમાં મોટા ભાગની નદીઓ પ્રદૂષિત, સાબરમતી હવે જીવલેણ બનશે…

Charotar Sandesh

સુરતના કલેક્ટરની અપીલ, ઓક્સિજન ડિમાન્ડ વધશે તો વ્યવસ્થા મુશ્કેલ બનશે…

Charotar Sandesh