Charotar Sandesh
ઈન્ડિયા

દેશમાં ૨૪ કલાકમાં કોરોનાના ૧૯,૧૪૮ નવા કેસ, ૪૩૪ના મોત…

ભારતમાં કોરોના સંક્રમિતોની સંખ્યા ૬ લાખને પાર : ૩.૫૯ લાખ દર્દીઓ સાજા થઇ ઘરે ગયા…

નવી દિલ્હી : કોરોના વાયરસના સંક્રમણનો વ્યાપ દેશમાં સતત વધી રહ્યો છે. છેલ્લા ઘણા દિવસથી રોજના ૧૮ હજારથી વધુ પોઝિટિવ કેસો સામે આવી રહ્યા છે. ગુરુવાર સવારે પણ જાહેર થયેલા આંકડાઓ મુજબ, ભારતમાં છેલ્લા ચોવીસ કલાકમાં ૧૯,૧૪૮ નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. ચિંતાજનક બાબત એ છે કે, છેલ્લા ચોવીસ કલાકમાં કોરોનાના કારણે ૪૩૪ દર્દીઓએ પોતાનાં જીવ ગુમાવ્યા છે. ભારતમાં અત્યાર સુધીમાં કોરોનાના ૬ લાખ ૦૪ હજાર ૬૪૧ કન્ફર્મ કેસ નોંધાયા છે.

સ્વાસ્થ્ય મંત્રાલયના દ્વારા જાહેર થયેલા આંકડા મુજબ, ભારતમાં કોરોના વાયરસના હવે ૨ લાખ ૨૬ હજાર ૯૪૭ એક્ટિવ કેસ છે. કોરોનાથી અત્યાર સુધી દેશભરમાં ૧૭,૮૩૪ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. બીજી તરફ, ૩ લાખ ૫૯ હજાર ૮૬૦ લોકો સાજા પણ થઇ ચૂક્યા છે. બીજી તરફ, ગુજરાતમાં બુધવાર સાંજે જાહેર થયેલા આંકડાઓ મુજબ, ૨૪ કલાકમાં ૬૭૫ નવા કેસ નોંધાયા છે જ્યારે ૨૧ દર્દીનાં મોત થયા છે. કોરોના વાયરસના કારણે રાજ્યમાં સૌથી ગંભીર સ્થિતિ અમદાવાદ અને સુરતની છે. અમદાવાદ શહેર અને જિલ્લાના મળીને ૨૧૫ કેસ નોંધાયા છે જ્યારે સુરતના ૨૦૧ કેસ નોંધાયા છે. અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ એક્ટિવ કેસ ૭૪૧૧ છે. અમદાવાદમાં ૨૧૫, સુરતમાં ૨૦૧, વડોદરામાં ૫૮, નવસારીમાં ૨૪, જામગનર શહેરમાં ૧૫, ભરૂચમાં ૧૫, વલસાડમાં ૧૫, બનાસકાંઠામાં ૧૨, સુરેન્દ્રનગરમાં ૧૨, મહેસાણામાં ૧૦, રાજકોટ શહેરમાં ૯, કેડામાં ૯, ગાંધીનગરમાં ૮, આણંદમાં ૮, જૂનાગઢ શહેરમાં ૭, રાજકોટ જિલ્લામાં ૬, પંચમહાલમાં ૫, સાબરકાંઠામાં ૫, મોરબીમાં ૪, ભાવનગરમાં ૩,અરવલ્લીમાં, કચ્છ, ભાવનગર જિલ્લો, અમરેલી, જામગનર જિલ્લામાં ૩-૩૬ કેસ નોંધાયા છે. જ્યારે પાટણ, મહીસાગર, બોટાદ, દાહોદ , છોટાઉદેપુરમાં ૨-૨ અને નર્મદામાં અને ગીરસોમનાથમાં ૧-૧ મળી કુલ ૬૭૫ કેસ નોંધાયા છે.

ગુજરાતમાં કોરોના વાયરસના કારણે ૨૪ કલાકમાં ૨૦ દર્દીનાં મોત થયા છે જેમાં અમદાવાદમાં ૮, સુરતમાં ૪, રાજકોટમાં ૧, સુરતમાં ૧, ભરૂચમાં ૧. અરવલ્લી, બનાસકાંઠા, ખેડા, અમરેલી, દાહોદ, દેવભૂમિ દ્વારકામાં ૧ એમ કુલ ૨૦ દર્દીનાં મોત થયા છે. રાજ્યમાં ૭૪૧૧ એક્ટિવ કેસ છે, જે પૈકીના ૬૩ વેન્ટીલેટર પર છે. અમદાવાદમાં સતત કેસમાં ઘટાડોઃ દરમિયાન રાજ્યના આર્થિક પાટનગર અમદાવાદમાં કેસની સંખ્યા ઘટી રહી છે. અમદાવાદમાં સતત ૯માં દિવસે કેસમાં ઘટાડો નોંધાયો છે. સતત ૯મા દિવસે ૨૫૦થી ઓછા કેસઃ નવા ૨૧૫ કેસ સાથે કુલ પોઝિટિવ ૨૧,૧૨૮ કેસ, ૮ના મોત થતા મૃત્યુઆંક ૧૪૪૯ થયો છે. જોકે, તેની સામે સુરતમાં સતત ૨૦૦ કે તેથી વધુ કેસ નોંધાઈ રહ્યા છે જેના કારણે અમદાવાદ બચાવવા જતા સુરત ગુમાવવું પડે તેવી સ્થિતિ સર્જાઈ છે.

Related posts

ખતરો : છેલ્લાં ૨૪ કલાકમાં રેકોર્ડબ્રેક ૬૧૪૧ પોઝિટિવ કેસ, ૧૪૦ના મોત…

Charotar Sandesh

ડીમાર્ટના સ્થાપક દામાણીની નેટવર્થ ૩૫ વર્ષમાં આજે અધધ આટલા કરોડે પહોંચી જાણો વિગત

Charotar Sandesh

રામ મંદિર ભૂમિ પૂજન પહેલા અડવાણી-જોશી પર કેસ બંધ કરે સરકાર : સુબ્રમણ્યમ સ્વામી

Charotar Sandesh