આણંદ : જીલ્લામાં કોરોના સંક્રમણ સતત વધી રહ્યું છે અને રોજેરોજ કોરોના પોઝીટીવના કેસોમાં વધારો થઈ રહ્યો છે ત્યારે આજે વધુ આઠ કેસો આણંદ શહેર, કરમસદ, જિટોડીયા રોડ, બોરસદ, હાડગુડ અને ખંભાતમાં નોંધાયા છે, જે હવે આરોગ્ય તંત્ર અને શહેરીજનો માટે ચિંતાનો વિષય બનવા પામેલ છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, આજે નોંધાયેલા કેસોમાં (૧) પિયુશકુમાર સુરેશભાઈ ગોહિલ, ઉ.વ. ૨૩, રહે. ૯-બી, નારાયણ સોસાયટી, કરમસદ (ર) વિશ્વાબેન એચ. પટેલ, ઉ.વ. રર, રહે. ૧ર, ક્રૃતિ પાર્ક, એન્જલ સ્કુલ પાસે, જીટોડીયા રોડ (૩) કવીતાબેન ખીલાની, ઉ.વ. ૬૪, શ્રી હરિ કોમ્પલેક્ષ, અમૂલ ડેરી રોડ, આણંદ (૪) રુખૈયા વ્હોેરા, ઉ.વ. પપ, રહે. રાધેસ્વામી સોસા., ગ્રીન પાર્ક, ૧૧ ફુટ રોડ, આણંદ (પ) દિપકકુમાર નાનાક્રમ ગુરનાની, ઉ.વ. ૪૭, શ્રી હરિ કોમ્પલેક્ષ, સુરભી હોટલ પાસે, આણંદ (૬) કોકીલાબેન પરમાર, ઉ.વ. પ૯, રહે. બોરસદ, વૃંદાવન સોસાયટી (૭) ઈકબાલહુસેન સૈયદ, ઉ.વ. ૭૧, રહે. હાડગુડ (૮) જયંતીલાલ સોની, ઉ.વ. ૮૩, દેવની પોલ, ખંભાત નાઓનો રિપોર્ટ પોઝીટીવ આવતાં તેઓને સારવારઅર્થે ખસેડવામાં આવેલ છે. આણંદ સહિત જિલ્લામાં કુલ કેસોની સંખ્યા ૨૪૭ થવા પામી છે.
કોરોના પોઝીટીવ રીપોર્ટ આવતા આરોગ્ય વિભાગની ટીમો દ્વારા પોઝીટીવ દર્દીના પરિવારના સભ્યો અને આસપાસમાં રહેતા લોકોના આરોગ્ય પરીક્ષણ કરી તેમજ નગરપાલિકાની ટીમ દ્વારા સમગ્ર વિસ્તારમાં સેનેટાઈઝ કરી કન્ટેઈનમેન્ટ કરવામાં આવ્યું હતું.