Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

આણંદ-બોરસદ-સોજીત્રા-આંકલાવ-પેટલાદ-ખંભાત નગરપાલિકાના કેટલાક વિસ્તાર કન્ટેનમેન્ટ ઝોન જાહેર

આણંદ : હાલમાં વિશ્વભરમાં કોરોના વાયરસ COVID-19ને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન દ્વારા વૈશ્વિક મહામારી જાહેર કરેલ છે. જે બાબતે ભારત સરકારશ્રી અને ગુજરાત સરકારશ્રી દ્વારા સમાયાંતરે કોરોના વાયરસ COVID-19ને ફેલાતો અટકાવવા માટે વિવિધ માર્ગદર્શિકા જાહેર કરવામાં આવેલ છે.

જે અનુસંધાને કોરોના વાયરસ COVID-19 ઝડપી સંક્રમણને ધ્યાને લેતા તકેદારીના ભાગરૂપે લોકોની વધુ અવર જવર વાળા જાહેર અને ખાનગી સ્થળોએ વાયરસને ફેલાતો અટકાવવા સારૂ આમુખ-૨ની વિગતે જાહેરનામાથી સુચનાઓ બહાર પાડવામાં આવે છે. કોરોના વાઈરસના ઝડપી સંક્રમણને ધ્યાને લેતા લોકોની સુરક્ષા બાબતે તકેદારીના પગલાંરૂપે લોકોની અવર-જવર ઉપર જિલ્લા મેજિસ્ટ્રેટ, આણંદ શ્રી આર.જી.ગોહીલે ભારતીય ફોજદારી કાર્યરીતિ અધિનિયમ-૧૯૭૩ની કલમ- ૧૪૪, ધી ગુજરાત એપેડેમીક ડિસીઝ એકટ ૧૮૯૭ની કલમ-ર અને નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ-૨૦૦૫ની કલમ-૩૦ તથા ૩૪ હેઠળ  પ્રતિબંધ ફરમાવ્યો છે.

તદ્દઅનુસાર (૧) આણંદ (ગ્રામ્ય) તાલુકા  અંતર્ગત  વડોદ ગ્રામ પંચાયત હદ વિસ્તારમાં આવેલ નાનો તકીયો, ડેકી પાસે (કુલ- ૧૦ મકાન)નો વિસ્તાર, અજરપુરા હદ વિસ્તારમાં આવેલ પ્રજાપતિ નિવાસ
(કુલ-૧૦ મકાન)નો વિસ્તાર, બાકરોલ નગરપાલિકા હદ વિસ્તારમાં આવેલ એ/૨૭, ત્રિવેણી લેન્ડમાર્ક
(કુલ-૧૦ મકાન), ૪૭ કલીકુંજ સોસાયટી (કુલ-૧૨ મકાન), ૧ જલાવૃંદ, તુલસી આંગણ સોસાયટી (કુલ- ૪ મકાન)નો વિસ્તાર (૨) આણંદ નગરપાલિકા અંતર્ગત આણંદ નગરપાલિકા હદ વિસ્તારમાં આવેલ રહીમા નગર
(કુલ-૧૬ મકાન)નો વિસ્તાર (૩) બોરસદ નગરપાલિકા અંતર્ગત બોરસદ નગરપાલિકા હદ વિસ્તારમાં  મા ટેનામેન્ટ (કુલ-૬ મકાન), બ્રાહ્મણવાડા, છનુભાઈ વકીલનું ફળીયું (કુલ-૪ મકાન), કૃષ્ણનગર-૨ (કુલ-૧ મકાન), રબારીવાસ પાસેનો વિસ્તારના (કુલ-૬ મકાન)નો વિસ્તાર (૪) બોરસદ તાલુકા અંતર્ગત વિરસદ ગ્રામ પંચાયત હદ વિસ્તારમાં આવેલ વૃન્દાવન સોસાયટી (કુલ-૨ મકાન)નો વિસ્તાર (૫) સોજીત્રા નગરપાલિકા અંતર્ગત સોજીત્રા નગરપાલિકા હદ વિસ્તારમાં આવેલ રાણા ચોક(કુલ-૯ મકાન)નો વિસ્તાર (૬) આંકલાવ તાલુકા અંતર્ગત ખડોલ ગ્રામ પંચાયત હદ વિસ્તારમાં આવેલ વાણિયાની ખડકી (કુલ-૮ મકાન)નો વિસ્તાક, આંકલાવ નગરપાલિકા હદ વિસ્તારમાં આવેલ ગોલવાડ (કુલ-૨૨ મકાન)નો વિસ્તાર (૭) પેટલાદ તાલુકા અંતર્ગત નાર ગ્રામ પંચાયત હદ વિસ્તારમાં આવેલ બારોટ ફળીયુ (કુલ ૪ મકાન)નો વિસ્તાર (૮) ખંભાત નગરપાલિકા અંતર્ગત ખંભાત નગરપાલિકા હદ વિસ્તારમાં આવેલ દલવાડી વાડ (કુલ-૧૦ મકાન)ના વિસ્તારમાં નીચે મુજબની અમલવારી કરવાની રહેશે.

આ વિસ્તારના એન્ટ્રી અને એક્ઝીટ પોઈન્ટ પર થર્મલ સ્ક્રીનીંગ કરવાનું રહેશે, આ વિસ્તારને આવરી લેતા મુખ્ય માર્ગો પર ચૂસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવાનો રહેશે. આ વિસ્તારમાં માત્ર આવશ્યક સેવાઓ સવારના ૭:૦૦ કલાકથી સાંજના ૭:૦૦ કલાક સુધી જ ચાલુ રાખી શકાશે.

આ હુકમ તા.૨૪/૦૭/૨૦૨૦થી અન્ય હુકમ ન થાય ત્યાં સુધી અમલમાં રહેશે. સરકારી ફરજ પરની વ્યક્તિઓ ફરજના ભાગરૂપે અવર-જવર કરી શકાશે. આ જાહેરનામાના કોઇપણ ખંડનો ભંગ કરનાર વ્યક્તિ નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટએક્ટની કલમ-૫૧ થી ૫૮ તથા ભારતીય દંડ સંહિતાની કલમ-૧૮૮ની જોગવાઈ મુજબ શિક્ષાને પાત્ર થશે.

આ હુકમ અન્વયે આણંદ જિલ્લામાં ફરજ બજાવતા નાયબ પોલીસ અધિક્ષકશ્રી થી પોલીસ સબ ઇન્સ્પેકટર સુધીનો હોદ્દો ઘરાવનાર તમામ અધિકારીશ્રીઓને આ જાહેરનામાનો ભંગ કરનાર ઈસમો વિરૂધ્ધ આઈ.પી.સી.કલમ-૧૮૮ મુજબ ફરીયાદ દાખલ કરવા અધિકૃત કરવામાં આવે છે.

Related posts

આણંદ જિલ્લા ન્યાયાલય અને તાબા હેઠળની તમામ અદાલતોમાં તા.૧૦ જુલાઇએ રાષ્ટ્રિય લોક અદાલત યોજાશે…

Charotar Sandesh

ખેડા ટાઉન પોલીસ મથકના કમ્પાઉન્ડમાં રાત્રે ભીષણ આગ લાગતાં આશરે પ૦ જેટલા વાહનો બળીને ખાખ

Charotar Sandesh

આણંદ જિલ્લામાં વધુ ૯ કેસો નોંધાયા : હવે શહેરમાં સાંજે ૪ વાગ્યા પછી સ્વૈચ્છિક લોકડાઉન રહેશે…

Charotar Sandesh